• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ફેડ દર અંગે અનિશ્ચિતતા સર્જાતાં અથડાતું સોનું   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 જૂન 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ ગયો છે. રોકાણકારો અમેરિકી ફેડની નાણાનીતિના પરિણામો અને ભાવિ સંકેતો ઉપર નજર રાખી રહ્યા છે અને બીજી તરફ અમેરિકાના ટ્રેઝરી યીલ્ડ પણ ઘટવાને લીધે સોનું મંગળવારે મજબૂત હતુ. ન્યૂયોર્કમાં 1964 ડોલરનો ભાવ રનીંગ હતો. જ્યારે ચાંદીનો ભાવ 23.65 ડોલર હતો. 

સમાચાર સંસ્થાઓ સર્વેમાં એવી વાત બહાર આવી રહી છેકે ફેડ ચાલુ મહિને મળનારી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા માત્ર 20 ટકા જેટલી છે. મોટેભાગે વ્યાજદર સ્થિર રખાય તેવી અટકળો વહી રહી છે. 

બીજી તરફ અમેરિકામાં રોજગારી વધારે સંખ્યામાં સર્જાઇ છે અને બેરોજગારીનો દર વધ્યો છે એટલે અનિશ્ચિતતા વદી છે. જોકે આગામી મંગળવારે અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાની જાહેરાત થવાની છે એ જો ભાવવધારાનો નિર્દેશ નહીં કરતા હોય તો ફુગાવો હળવો પડ્યો છે એમ માનવામાં આવશે અને વ્યાજદર વધારો અટકી શકે છે. જોકે ડેટા ઉંચો આવે તો સોનામાં ફરીથી વેચવાલી વધશે. 

અમેરિકામાં દસ વર્ષના ટ્રેઝરી યીલ્ડ નીચે આવ્યા હતા અને એ કારણે સોનામાં થોડી લેવાલી વધી હતી. ડોલર ઇન્ડેક્સ સ્થિર હતો અને બે મહિનાની ઉંચાઇ આસપાસ ચાલે છે. ડોલર મજબૂત હોવાને લીધે સોનામાં નવી ખરીદી આવતી નથી. બીજી તરફ યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા જૂનમાં વધુ એક વખત વ્યાજદરો વધારવામાં આવશે એવી ટિપ્પણી કરવામાં આવી છે. ચાર્ટ પ્રમાણે સોનામાં 1980-1985 પ્રતિકારક સ્તરો છે જ્યારે 1940 ટેકારૂપ સપાટી છે.  

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.150ના સુધારામાં રૂ. 61650 અને મુંબઇમાં રૂ. 495ના ઉછાળા સાથે રૂ. 60096 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 71500ના મથાળે મક્કમ હતી જ્યારે મુંબઇમાં રૂ. 442 વધતા રૂ.71904 હતી.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.