• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજ માટે રૂા. 15,000 કરોડની પીએલઆઈ સ્કીમ રજૂ થશે

એજન્સીસ 

નવી દિલ્હી, તા. 6 જૂન

ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજને પ્રોમોટ કરવા કેન્દ્ર સરકાર રૂા. 15,000 કરોડની પ્રોડકશન-લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ લાવવાની યોજના ધરાવે છે. આ સ્કીમનો મુસદ્દો એકાદ મહિનામાં જાહેર થશે.ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજ અથવા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ)એ રિન્યુએબલ એનર્જી સ્ટોર કરે છે અને પીક માગ હોય ત્યારે રિલિઝ કરે છે કે જેથી ગ્રીડ સ્થિર રહે. પીએલઆઈ સ્કીમને અત્યારે ઓપ અપાઈ રહ્યો છે. આમાં ઈન્સેન્ટિવ રૂા. 10,000 કરોડથી રૂા. 15,000 કરોડના રહેવાની શક્યતા છે.

અત્યારે એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ્સ (એસીસી) જે ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજની મુખ્ય જરૂરિયાત છે તેની સ્કીમ ચાલી રહી છે. આથી ગ્રીડ સ્કેલ બેટરી સ્ટોરેજની પીએલઆઈ સ્કીમના સ્પેસિફિકેશન્સ એ રીતે ગોઠવાશે કે તે એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ્સ માટેની ચાલુ સ્કીમને અસર ન કરે.2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા 500 ગીગાવોટ સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. પીક માગ દરમિયાન ગ્રીડ સ્થિરતા જાળવવા રિન્યુએબલ એનર્જીના સ્ટોરેજ પર સરકાર ધ્યાન આપી રહી છે.

રિન્યુએબલ સ્રોત સોલાર અને પવન વચ્ચે વચ્ચે અટકી જતા હોય છે. આથી અવિરત વીજપુરવઠા માટે સ્ટોરેજ આવશ્યક બની રહે છે.

અત્યારે ઉપલબ્ધ ટેક્નૉલૉજી જેવી કે લિથિયમ-આયર્ન, સોડિયમ-આયર્ન, વેનેડિયમ રીડોકસ બેટરીઝ અને અન્ય જો આર્થિક રીતે પરવડે તેવી હશે તો તે ઈન્સેન્ટિવ માટે પાત્ર ગણાશે. વીજ મંત્રાલયની ધારણા છે કે બેટરી સ્ટોરેજ માટેની નવી પીએલઆઈ સ્કીમ ડિસેમ્બર સુધીમાં અથવા 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સત્તાવારપણે જાહેર કરી શકાશે. તે પછી એમ્પાવર્ડ ગ્રુપ અને કેબિનેટની મંજૂરીને છ મહિના લાગશે.

અન્ય પીએલઆઈ સ્કીમની જેમ આ સ્કીમ પણ પાંચ વર્ષ માટેની હશે.

ભારતીય સંશોધકો બેટરી કેમિસ્ટ્રીનો વિકલ્પ શોધી રહ્યા છે કે જેથી લિથિયમ આયાત પરનો મદાર ઘટી શકે. લિથિયમ મુખ્યત્વે ચીનમાં પ્રોસેસ થાય છે. વીજ મંત્રાલયનો આદેશ છે કે વીજ વિતરણ કંપનીઓએ ચાર ટકા એનર્જી સ્ટોરેજ ઓબ્લિગેશનનો ભાર ઉપાડવો પડશે. આ રિન્યુએબલ પર્ચેઝ ઓબ્લિગેશનની જેમ જ છે. બેટરી સ્ટોરેજ ક્ષમતા 13 માર્ચના 39.12 મેગાવૉટ હતી.

તાજેતરમાં નોટીફાઈ કરાયેલા નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાન પ્રમાણે વર્ષ 2022-27 દરમિયાન બીઈએસએસની 8680 મેગાવોટ / 34,720 મેગાવોટની જરૂરત હતી. 2028-32ના વર્ષમાં આગામી પાંચ વર્ષમાં જરૂરિયાત વધી 38,564 મેગાવોટ/2,01,500 મેગાવોટ થવાની ધારણા છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.