• ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024

કૉફીનું ઉત્પાદન 73 લાખ ગૂણી ઘટવાનો અંદાજ

બેંગલુરુ, તા. 28 નવે. 

તાજેતરમાં સપ્ટેમ્બરમાં પૂરા થયેલા પાકવર્ષમાં કૉફીનું ઉત્પાદન 73 લાખ ગૂણી (પ્રત્યેક 60 કિ.ગ્રા.) ઘટવાનો અંદાજ ઈન્ટરનેશનલ કૉફી ઓર્ગેનાઈઝેશન (આઈઓસી) એ વ્યક્ત કર્યો છે.

અૉક્ટોબરમાં જાહેર કરેલા અંદાજમાં આઈઓસીએ જણાવ્યું છે કે કૉફીનું વૈશ્વિક ઉત્પાદન વર્ષ 2021-22માં 1.4 ટકા ઘટીને 1685 લાખ ગૂણી થયું હતું. તે આ વર્ષે 1.7 ટકા વધીને 1713 લાખ ગૂણી થવાની અપેક્ષા છે.

પાકવર્ષ 2021-22માં કૉફીનો વૈશ્વિક વપરાશ 4.2 ટકા વધીને 1756 લાખ ગૂણી થયો છે. જે આ વર્ષે 1.7 ટકા વધીને 1785 લાખ ગૂણી થવાની ધારણા છે. આથી તાજેતરના સંયોગોને ધ્યાનમાં લેતાં કૉફીની વૈશ્વિક બજારમાં અન્ય વર્ષ 73 લાખ ગૂણીની અછત સાથે પાકવર્ષ 2022-23 ખાધનું વર્ષ રહેવાનું આઈસીઓને જણાય છે.

કૉફીના લીલા દાણાની વૈશ્વિક નિકાસ પાકવર્ષ 2022-23માં 5.5 ટકા ઘટીને 1108.10 લાખ ગૂણી થઈ છે. જે તેમાં અગાઉના વર્ષે 1172.80 લાખ ગૂણીની થઈ હતી. અન્ય હળવી ગુણવત્તાની નિકાસ અગાઉના વર્ષની 251.60 લાખ ગૂણીથી 12.1 ટકા ઘટીને 221.10 લાખ ગૂણી થઈ છે.

કોલંબિયન હળવી ગુણવત્તાની નિકાસ આ વર્ષે 11.2 ટકા ઘટીને 107.70 લાખ ગૂણીની થઈ છે જે અગાઉના પાક વર્ષમાં 121.40 લાખ ગૂણી નોંધાઈ હતી. પાક વર્ષ 2022-23માં રોબસ્ટા ગ્રીન બીન્સની નિકાસ 2.6 ટકા વધીને 437.60 લાખ ગૂણી નોંધાઈ છે. જે અગાઉના પાકવર્ષમાં 426.60 લાખ ગૂણીની થઈ હતી. પ્રવર્તમાન પાક વર્ષમાં સોલ્યુબલ કૉફીની કુલ નિકાસ 5.7 ટકા ઘટીને 114.70 લાખ ગૂણીની થઈ છે; અને કુલ નિકાસમાં તેનો હિસ્સો 9.3 ટકાના ગયા વર્ષના સ્તરે રહ્યો છે. રોસ્ટેડ કૉફીની નિકાસ 16 ટકા ઘટીને 7.1 લાખ ગૂણી થઈ છે. જે ગયા વર્ષે 8.4 લાખ ગૂણીની નોંધાઈ હતી.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.