• શુક્રવાર, 01 માર્ચ, 2024

ભારતીયો 1 ડિસેમ્બરથી વિઝા વગર મલેશિયા જઈ શકશે, ચીનાઓ પણ

નવી દિલ્હી, તા. 28 નવે. 

મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેર કર્યું હતું કે 1 ડિસેમ્બરથી તેમનો દેશ ભારત અને ચીનના નાગરિકોને વિઝા વગર પ્રવેશ આપશે અને તેઓ ત્યાં 30 દિવસ સુધી રોકાઈ શકશે.

મલેશિયામાં પીપલ્સ જસ્ટિસ પાર્ટીના સમ્મેલનમાં બોલતાં વડા પ્રધાને આ જાહેરાત કરી હતી. જોકે વિઝા વગર પ્રવેશની સવલત ક્યાં સુધી ચાલુ રહેશે તેની કોઈ સમયમર્યાદા તેમણે જણાવી ન હતી.

અગ્નિ એશિયામાં આવેલું મલેશિયા ચીન અને ભારત સાથે ચોથા અને પાંચમા ક્રમનો સૌથી વધુ માલ ખરીદે છે.

સરકારી આંકડાઓ મુજબ 2023ના જાન્યુઆરીથી જૂન સુધીમાં મલેશિયામાં 91.6 લાખ પ્રવાસીઓ આવ્યા હતા તેમાં 4,98,540 ચીનના હતા અને 2,83,885 ભારતના હતા.

જોકે કોવિડ-19 પહેલાં ચીનમાંથી 15 લાખ પ્રવાસીઓ અને ભારતમાંથી 3,54,486 પ્રવાસીઓએ મલેશિયાની મુલાકાત લીધી હતી.

થાઈલેન્ડે તેના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે અને મંદ પડી ગયેલા અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ચીન અને ભારતના નાગરિકોને વિઝા વગર પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી. હાલમાં મલેશિયામાં પ્રવેશવા માટે ચીન અને ભારતના નાગરિકોએ વિઝા માટે અરજી કરવી પડે છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.