• શુક્રવાર, 01 માર્ચ, 2024

એફએમસીજી ક્ષેત્રમાં સ્થાનિક બ્રાન્ડ્સ દ્વારા સ્પર્ધામાં વધારો

અગ્રણી બ્રાન્ડ્સને ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી

મુંબઈ, તા. 28 નવે.

એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝ) સેક્ટરમાં અગ્રણી બ્રેન્ડ્સએ હવે લોકલ અને પ્રાદેશિક બ્રેન્ડ્સની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આ સ્પર્ધા વધુ છે.

મુખ્યત્વે બિસ્કિટ, સાબુ, ડિટરજન્ટ્સ, હેરઓઈલ, શેમ્પૂ વગેરે પ્રોડક્ટસમાં મલ્ટિનેશનલ કંપનીઓ તેમ જ નેશનલ લેવલની કંપનીઓએ સ્પર્ધાનો સામનો કરવો પડે છે.

સ્થાનિક અને પ્રાદેશિક બ્રેન્ડ્સની કંપનીઓ સસ્તા ભાવે પ્રોડક્ટસનું વેચાણ કરે છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં એમપી ડિસ્ટ્રિબ્યુશનની પહોંચ પણ વિસ્તૃત હોય છે.

મોટી કંપનીઓએ વિવિધ પ્રોડક્ટસના ભાવમાં 3થી 11 ટકા જેટલો ઘટાડો કર્યો છે.

જુલાઈથી સપ્ટેમ્બર 2.23 દરમિયાન ડિટરજન્ટ બાર્સ, વોશિંગ પાવડર, બિસ્કિટ અને સાબુ જેવી કેટેગરીમાં લોકલ બ્રેન્ડ્સની પહોંચમાં 4થી 31 ટકા જેટલો વધારો થયો છે જ્યારે એની સામે મોટી બ્રેન્ડ્સની પહોંચમાં બેથી દસ ટકા જેટલો વધારો થયો છે. ચાના વેચાણમાં પણ લોકલ બ્રેન્ડ્સનું પ્રભુત્વ વધી રહ્યું છે.

સામાન્ય રીતે એફએમસીજી કંપનીના કુલ વેચાણમાં ગ્રામીણ વિસ્તારના વેચાણનો હિસ્સો 35 ટકા જેટલો હોય છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.