• ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024

આખરની લેવાલીથી સૂચકાંકો ધીમા સુધારે બંધ રહ્યા

વ્યાપાર ટીમ 

મુંબઈ, તા. 28 નવે.

પાછલા બે સત્રમાં થોડો નકારાત્મક બંધ આવ્યા બાદ મંગળવારે બજાર અત્યંત વોલેટાઇલ રહ્યું હતું અને છેવટે સકારાત્મક મજબૂતીથી બંધ રહ્યું હતું. સેન્સેક્સ 204.16 પોઇન્ટ (0.31 ટકા) વધીને 66,174.20 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 95 પોઇન્ટ (0.48 ટકા) વધીને 19,889.70 પોઇન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે બૅન્ક નિફ્ટી 111.85 પોઇન્ટ (0.26 ટકા) વધીને 43,880.95 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

મિશ્ર વૈશ્વિક વલણના પગલે બજાર સાધારણ વધીને ખુલ્યું હતું પરંતુ શરૂઆતના કલાકોમાં જ સુધારો ધોવાઈ ગયો હતો અને બજારમાં રેંજબાઉન્ટ મૂવમેન્ટ જોવા મળી હતી. આમ છતાં છેલ્લા કલાકમાં નીકળેલી લેવાલીના કારણે બજારના સૂચકાંકો દિવસની ઊંચાઈ પર પહોંચીને બંધ રહ્યા હતા.

પાવર ક્ષેત્ર 3 ટકા, અૉઇલ અને ગૅસ 3 ટકા, મેટલ 1 ટકા, અૉટો 1 ટકા અને પીએસયુ બૅન્ક 1 ટકો વધ્યા હતા જ્યારે બીજી તરફ કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી અને ફાર્માક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વિસ્તૃત બજારમાં બીએસઈ મિડકેપ 0.3 ટકા વધ્યો હતો અને સ્મોલ કૅપ સપાટ રહ્યો હતો.

નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, તાતા મોટર્સ, બીપીસીએલ અને કોલ ઇન્ડિયા સૌથી વધુ વધ્યા હતા જ્યારે આઇશર મોટર્સ, એપોલો હૉસ્પિટલ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, આઈટીસી અને સિપ્લાના ભાવ સૌથી વધુ ઘટયા હતા.

અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને એમસીએક્સમાં લોંગ બિલ્ડઅપ હતું જ્યારે તાતા કૉમ્યુનિકેશન્સ, ડેલ્ટા કૉર્પોરેશન અને ગ્લેનમાર્ક ફાર્મામાં શોર્ટ બિલ્ડઅપ હતું.

મન્નાપુરમ ફાઇનાન્સ, એમસીએક્સ અને ઇન્ડિયા સિમેન્ટના શૅરના વોલ્યુમમાં 2000થી વધુ ગણો વધારો હતો.

બીએસઈ પર 300થી વધુ કંપનીઓના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યા હતા જેમાં અદાણી પાવર, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ, પ્રિઝમ જોન્સન, એચપીસીએલ, એમસીએક્સ, ગુજરાત પીપાવાવ પોર્ટ, સુવન ફાર્મા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, એમએમડીસી, ઇન્ડિયન અૉઇલ, બિરલા કૉર્પોરેશન, રેડિકો ખેતાન, પ્રેસ્ટિજ એસ્ટેટ, મેક્સ ફાઇનાનન્સિયલ, તાતા મોટર્સ, બીપીસીએલ, સીએસબી બૅન્ક, ટોરન્ટ પાવર, એસજેવીએન, ભેલ, હિરોમોટો કોર્પ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, એમઆરપીએલ, એનટીપીસી, હિન્ડાલ્કો, ટીવીએસ મોટર, બજાજ અૉટો, ભારતી એરટેલ, જનરલ ઇન્સ્યોરન્સ, ટાઇટન, બોસ્ક, જે.કે. સિમેન્ટ, ઇપ્કા લેબ, એંજલ વન, મેટ્રોપોલીસ હેલ્થકેર, લ્યુપિન, આલ્કેમ લેબોરેટરીઝ, વરુણ બેવરેજીસ, મેક્રોટેક ડેવલોપર્સ, સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ, તાતા મોટર્સ, ડીવીઆર વગેરેનો સમાવેશ થાય છે.

નિફ્ટી હાલના કોન્સોલિડેશન હાઈની ઉપર ગયો છે જે બજારના ખેલાડીઓનો વધેલો ઉત્સાહ દર્શાવે છે. આ ઉપરાંત નિફ્ટી તેના 19,700ના વ્યૂહાત્મક નિયરટર્મ સપોર્ટલેવલ કરતાં મજબૂતીથી ઉપર ગયો છે. આ સેન્ટીમેન્ટ ચાલુ રહે અને ટૂંક સમયમાં તે નવા લાઇફ ટાઇમ હાઈ તરફ ગતિ કરે તેવી આશા છે. નીચેની તરફ 19,700નું વ્યૂહાત્મક શોર્ટટર્મ સપોર્ટ લેવલ છે, એમ એલકેપી સિક્યોરિટીઝના રૂપક ડેએ જણાવ્યું હતું.

ભારતીય રૂપિયો ડૉલર સામે વધીને પ્રતિ ડૉલર 83.34 થયો હતો જે શુક્રવારે 83.37 હતો.

અદાણી જૂથની તમામ કંપનીઓના ભાવમાં નાનોમોટો સુધારો જોવા મળ્યો હતો. ગત સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ અને ઓસીસીઆરપીના અહેવાલો વિશ્વસનીય ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ બાબતનો ચુકાદો અનામત રાખ્યો છે. અદાણી જૂથની કંપનીઓના શૅરના ભાવ પર આ અહેવાલની સકારાત્મક અસરો જોવા મળી હતી અને તેના વિવિધ શૅરોના ભાવ 20 ટકા સુધી વધ્યા હતા.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.