• બુધવાર, 17 એપ્રિલ, 2024

શિયાળુ વાવેતર પાછલા વર્ષની તુલનાએ ચાર ટકા ઓછું 

ઠંડી વધવા છતાં વાવેતરનો આંકડો ઓછો થયો,  જીરુંનો પાક ચારેકોર લહેરાય છે 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 12 ડિસે. 

પાછોતરો વરસાદ સારો પડ્યો છે અને મોસમ અનુકૂળ છે છતાં શિયાળુ પાકનું વાવેતર આગલા વર્ષ કરતા પાછળ રહી ગયું છે. ગુજરાતમાં વાવણીકાર્ય 78-80 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે પણ સરેરાશ આંકડો ગયા વર્ષથી 4 ટકા પાછળ છે. 

કૃષિ વિભાગે ગુજરાતમાં 35.97 લાખ હેક્ટરમાં વાવેતર થયાનું નોંધ્યું છે. અગાઉના વર્ષમાં વાવણી 37.29 લાખ હેક્ટર વિસ્તારમાં હતી. ઘઉં. ચણા, રાઇ, ધાણા અને ડુંગળી જેવા પાકનું વાવેતર ઓછું થતા કુલ વિસ્તાર પર અસર પડી છે.  

શિયાળુ પાકોમાં સૌથી મોટો વિસ્તાર ઘઉંનો રહ્યો છે. રાજ્યભરમાં 9.07 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. અલબત્ત પાણી વધારે પડ્યું હોવા છતાં કેટલાક વિસ્તારોમાં અછત સર્જાવા લાગતા પાછલા વર્ષના 10.31 લાખ હેક્ટર કરતા વાવેતર ઓછું છે. ગુજરાતમાં સરેરાશ 13 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે. હજુ આખો ડિસેમ્બર ખેડૂતો કપાસ જેવા પાક કાઢીને પણ ઘઉં રોપશે. 

ધાન્ય પાકોનું કુલ વાવેતર 11.49 લાખ હેક્ટરથી ઘટીને 10.36 લાખ હેક્ટર રહ્યું છે. જુવાર નું ઘટ્યું છે અને મકાઇનું વધીને 10 સામે 14 હજાર હેક્ટરમાં થયું છે. 

ચણાના ભાવ ઉંચા હોવા છતાં વાવેતર પાછલા વર્ષ કરતા ઓછું થયું છે. અલબત્ત અત્યાર સુધીમાં 58 ટકા વિસ્તાર આવરી લેવાયો છે. જોતા વાવેતરનો સમય બાકી છે એટલે વાવણી થશે એમ લાગે છે. વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.