• બુધવાર, 17 એપ્રિલ, 2024

ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન $ 300 અબજ થશે 

બેંગલુરુ, તા. 12 ડિસે. 

કેન્દ્ર સરકારે રૂા. 250 કરડોના ખર્ચે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (સીટુએસ) યોજના શરૂ કરી છે. કેન્દ્રિય આઈટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું કે પાંચ વર્ષની યોજનાનું લક્ષ વિશાળ સ્કેલના ઈન્ટીગ્રેશન, ચિપ ડિઝાઈન અને એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઈનમાં નિષ્ણાત હોય તેવા 85,000 લોકોને ઉદ્યોગ માટે તાલીમ આપવાનું છે. માટે સેન્ટર્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ્ડ કોમ્પ્યાટિંગ ખાતે ચિપઈન સેન્ટર સ્થપાશે. અમેરિકા, જપાન, યુરોપિયન યુનિયન, પર્ડ્યુ યુનિવર્સિટી અને આઈબીએમ ઈન્ડિયા સાથે સેમિકન્ડક્ટરના ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા કરાર કરવામાં આવ્યા છે 

દેશમાં નાણાં વર્ષ 2022-23માં હાર્ડવેરનું ઉત્પાદન 8,22,350 કરોડનું હતું અને ઈલેક્ટ્રોનિક્સની માગ રૂા. 12,55,818 કરોડ હતી. ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કુલ 20.1 ટકાના વાર્ષિક દરે વધ્યું હોવાનું જોવા મળે છે. ભારતમાં વપરાતા આશરે 99.2 ટકા મોબાઈલ હેન્ડસેટ મેઇડ ઈન ઈન્ડિયા છે અને 2022-3માં 11.1 અબજ નિકાસો સાથે ભારત મોબાઈલ હેન્ડસેટનો નિકાસકાર દેશ બની ગયો છે.વર્ષ 2026 સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધીને 23,95,195 કરોડ (300 અબજ ડોલર) થવાનું અનુમાન ચંદ્રશેખરે જણાવ્યું હતું.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.