• બુધવાર, 17 એપ્રિલ, 2024

પંજાબમાં ઘઉંના પાકમાં કપાસ જેવી ગુલાબી જીવાતનો ઉપદ્રવ

ડી. કે. 

મુંબઈ, તા. 12 ડિસે. 

પંજાબનાં અબોહર ગામનાં દલમીર ખેડા વિસ્તારમાં વખતે ખેડૂતોને ઘઉંના પાકમાં પણ કપાસના પાકમાં જોવા મળતી ગુલાબી ઇયળ જેવી જીવાત દેખાતા વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. આશરે 40 એકર જેટલા વિસ્તારમાં ખેડૂતોએ વાવેલા ઘઉંમાં ઉપદ્રવ જોવા મળ્યો છે, જેનાથી ઘઉંનો ઊભો પાક નિષ્ફળ જવાની દહેશત છે. 

અબોહર પંથકમાં દલમીર ખેડા ગામના બે ખેડૂતોના ઘઉંનાં વાવેતર કરેલાં ખેતરોમાં વખતે ગુલાબી જીવાત દેખાતાં સૌ પરેશાન થઇ ગયા છે. સુખદેવ સિંહ તથા નછતર સિંહે સ્થાનિક અધિકારીઓ પાસે આવીને જંતુનાશક દવાની બોટલ દેખાડીને કહ્યું હતું કે દવાનાં છંટકાવ છતાં જીવાતનો ઉપદ્રવ જતો નથી તેથી તેમનો ઊભો પાક નષ્ટ થઇ રહ્યો છે. હાલમાં આશરે 40 એકર વિસ્તારમાં વાવેલા ઘઉંમાંથી 30 ટકા જેટલા ઘઉંનો પાક ખરાબ થઇ ગયો છે અને હજુ જીવાત વધુ વિસ્તારમાં ફેલાઇ રહી છે. 

ખેડૂતો ?ષિ અધિકારી ગગનદીપ સિંહને પોતાનાં ખેતરોમાં નિરીક્ષણ માટે લઇ ગયા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે કપાસમાં થતી જીવાત જેવી સમસ્યા છે. નિરાશ થયેલા ખેડૂતોએ દેવાના બોજથી કંટાળીને આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે સરકારી અધિકારીઓએ તેમને પંજાબ કૃષિ વિદ્યાલયનાં સંશોધકો દ્વારા પ્રમાણિત કરેલી જંતુનાશક દવા વાપરવાની સલાહ આપીને સાંત્વના આપી છે. સાથે કૃષિ અધિકારીઓએ સમસ્યા અને કિસાનોની હાલત સંદર્ભે

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.