• બુધવાર, 17 એપ્રિલ, 2024

કેન્દ્ર સરકાર મકાઇ પર પણ લાદી શકે છે સ્ટોક લિમિટ   

નવી દિલ્હી, તા. 26 ડિસે.

કેન્દ્ર સરકાર સામાન્ય ચૂંટણી પહેલા ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે મકાઈ પર સ્ટોક લિમિટ પણ લાદી શકે છે. કેન્દ્ર સરકારે ઇથેનોલ માટે ખાંડનો ઉપયોગ મર્યાદિત કર્યો છે અને સુગર પ્લાન્ટોને ઇથેનોલ બનાવવા માટે મકાઈ તરફ નજર કરી રહ્યા છે. જ્યારે મકાઈની અછતનો સામનો કરી રહેલા પોલ્ટ્રી, સ્ટાર્ચ અને ઈથેનોલ સેક્ટરોએ આયાત મુક્તિની માંગ કરી છે. 

સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર મકાઈની આયાત પર આયાત જકાતમાં છુટછાટ આપવાનું વિચારી રહી છે પરંતુ તે મકાઈમાં સ્ટોક લિમિટ લાદવાનું પણ વિચારી રહી છે જેથી ભાવ વધારાને કાબુમાં લઈ શકાય. ભારતીય મકાઈની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ક્વિન્ટલ દીઠ રૂ. 300-400 વધારે છે જેના કારણે મકાઈની આયાત નહિવત છે. 

ભારતમાંથી ગયા નાણાકીય વર્ષમાં મકાઈની નિકાસ 36 લાખ ટન હતી જ્યારે વર્ષે 1.50 લાખ ટન નિકાસ થઈ છે. આવી રીતે નિકાસમાં 95 ટકાનો ઘટાડો થયો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે દેશમાંથી મકાઈની નિકાસમાં ઘટાડો થવાને કારણે દેશમાં 28 લાખ ટનનો વધારાનો સ્ટોક એકઠો થયો છે, જ્યારે ઈથેનોલ ઉદ્યોગની માંગ 8-9 લાખ ટન છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંગ્રહખોરો મકાઈનો વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.