• બુધવાર, 17 એપ્રિલ, 2024

તુવેર અને અડદને અપાયેલી જકાતમુક્તિ માર્ચ 2025 સુધી લંબાવાઈ  

મુંબઈ, તા. 29 ડિસે. 

કેન્દ્ર સરકારે મોટા પાયે-વપરાશની કઠોળની જાતોના છૂટક ભાવમાં વધુ ઉછાળો ટાળવાના પ્રયાસરૂપે 31 માર્ચ, 2025 સુધી તુવેર અને અડદની દાળની ડ્યૂટી-ફ્રી આયાતને એક વર્ષ માટે લંબાવી છે.  બે કઠોળ અને મસૂરનો વપરાશ મોટાભાગે આયાત આધારિત છે. મસૂર માટે આયાત ડ્યુટી મુક્તિ ગયા સપ્તાહે આગામી નાણાકીય વર્ષના અંત સુધી લંબાવવામાં આવી હતી. તુવેર અને અડદ માટે વેરા મુક્તિ ઓક્ટોબર, 2021થી લાગુ છે અને તે અગાઉ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી રહેવાની હતી. એક વેપારીએ જણાવ્યું હતું કે પગલાથી આવતા મહિનામાં કઠોળના ભાવમાં ઘટાડો થશે. 

ગ્રાહક બાબતોના વિભાગ અનુસાર, 2023 માં, ભારતે અત્યાર સુધીમાં મોટાભાગે ઓસ્ટ્રેલિયા, કેનેડાથી., મ્યાનમાર, મોઝામ્બિક, તાંઝાનિયા, સુદાન અને માલાવીથી 22.8 લાખ ટન કઠોળની આયાત કરી છે, જેમાં 10.8 લાખ ટન મસૂર, 7.7 લાખ ટન તુવેર અને 4.2 લાખ ટન અડદ અથવા કાળા ચણા સામેલ છે. એક અંદાજ મુજબ, કઠોળનો લગભગ 15 ટકા સ્થાનિક વપરાશ - મોટાભાગે તુવેર, અડદ અને મસૂરની આયાત દ્વારા સંતોષાય છે. 

વેપારના મુખ્ય કેન્દ્ર એવા મહારાષ્ટ્રના લાતુરમાં ગુરુવારે તુવેર દાળના મંડી ભાવ વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.