• બુધવાર, 17 એપ્રિલ, 2024

ભાવની બાંયધરીથી ખેડૂતો ડાંગર - ઘઉં સિવાયના અન્ય પાકો તરફ વળી શકશે : ક્રિસિલ   

મુંબઈ, તા. 20 ફેબ્રુ. 

જો સરકાર ખેડૂતોની માગણી મુજબ તમામ 23 પાકોની ખરીદી ટેકાના ભાવે કરે તો તેની અનેક અસરો હશે. એનાથી સરકારની તિજોરી ઉપરનું ભારણ વધશે. રાટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા મુજબ સરકાર ટેકાના ભાવે માત્ર મંડીઓમાં વેપાર થતા પાકની ખરીદી કરશે તે ધ્યાનમાં રાખીએ તો સરકારને માર્કાટિંગ વર્ષ 2023માં લાખ કરોડની કાર્યકારી મૂડીની જરૂર પડશે. ક્રિસિલે હાથ ધરેલા વિશ્લેષણમાં 23માંથી 16 પાકો ધ્યાનમાં લીધા છે, જે 90% થી વધુ હિસ્સો ધરાવે છે. જોકે ટેકાના ભાવ અને મંડીના ભાવ વચ્ચેનો તફાવત સરકારનો વાસ્તવિક ખર્ચ, હશે, જે માર્કાટિંગ વર્ષ 2023 માટે લગભગ રૂ. 21,000 કરોડ જેટલો છે. 

જો સરકાર મંડીઓમાં પાકને વેચવા મૂકે તો ખર્ચ વધી શકે છે, કેમકે જો સરકારી જથ્થો બજારમાં વેચાણ માટે આવશે તો ભાવ  ઘટશે. 2022-23માં આવું થયું હતું. ધ્યાન ઉપર લેવાયેલા 16 પાકોમાંથી, આઠનો ટેકાના ભાવ કરતાં વધુ ભાવે વેપાર થયો અને તેથી ખરીદીની જરૂર રહેતી નથી. ખર્ચનો અંદાજ બાકીના 8 પાકોની ખરીદી ઉપર આધારિત છે, જેમાં ટેકાના ભાવથી નીચે વેપાર થઈ રહ્યો છે. 

ખેડૂતોને માત્ર એવા સમયે રોકડ સહાય થશે જ્યારે બજારમાં જે તે પાકની કિંમતો ટેકાના ભાવની નીચે જાય છે. તેનાથી તેમને તેમની પસંદગીના પાકો વાવવાની અને તેમની સ્થાનિક પરિસ્થિતિઓ માટે વધુ અનુકુળ રહેવાની સ્વતંત્રતા પણ મળશે, એમ ક્રિસિલના રિસર્ચ વિભાગના ડાયરેક્ટર પુષન શર્માએ જણાવ્યું હતું. 

માટેનાં કારણો શોધવા માટે દૂર જવાની જરૂર નથી. જો 23 પાકો માટે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે, તે સરકાર અર્થપૂર્ણ રીતે માત્ર બે પાકની ખરીદી કરશે - ડાંગર અને ઘઉં. ભારતમાં 60%થી વધુ ક્ષેત્રીય પાક ઉત્પાદન માત્ર બે પાક (શેરડી સિવાય)માંથી આવે છે કારણ કે ખેડૂતો ટેકાના ભાવ મળતા હોવાથી અને અન્ય પાકો કરતાં ઓછું જોખમ હોવાથી આને પસંદ કરવાનું વલણ ધરાવે છે.  

જો આપણે ખરીફ 2022 અને રવી 2023 પર નજર કરીએ, તો વર્ષ દરમિયાન ઉત્પાદિત 41% ડાંગર અને 24% ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. પછી સરસવનું ઉત્પાદન થયું, જેની 9% ખરીદી કરાઈ હતી. આઠ પાકોને ટેકાના ભાવ પર ખરીદીની જરૂર હતી કારણ કે તેમની મંડીમાં કિંમતો વધુ હતી. બાકીના 5 પાક માટે, પ્રાપ્તિ ઉત્પાદનના 3% કરતાં ઓછી હતી. 

પરિસ્થિતિમાં, તમામ પાકો માટે ટેકાના ભાવની બાંયધરી આપવાથી ખેડૂતો ડાંગર અને ઘઉં સિવાયના અન્ય પાકો તરફ પ્રયાણ કરી શકે છે, જેમાં મહત્તમ પ્રાપ્તિ જોવા મળે છે, એમ શર્માએ જણાવ્યું હતું. ધ્યાનમાં લેવાનું બીજું મહત્ત્વનું પાસું છે કે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ જેવાં માત્ર થોડાં રાજ્યોમાં ખરીદી કેન્દ્રિત છે, તેથી અન્ય રાજ્યોના ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળતો નથી. આથી, પાક પર ટેકાના ભાવની બાંયધરી આપવાથી સમગ્ર દેશને લાભ થશે. તે ખેડૂતોની આવકને ટેકો આપશે અને તેના કારણે વપરાશની માગને પણ પ્રોત્સાહન આપશે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.