• બુધવાર, 17 એપ્રિલ, 2024

ઇલે. કારનું વૈશ્વિક વેચાણ પહેલી વખત 10 લાખને પાર  

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુ.

દુનિયાભરના પ્રમુખ બજારોમાં ઇલેક્ટ્રિક કારના વેચાણની વૃદ્ધિ ધીમી પડી છે પણ તેમાં વધારો યથાવત્ છે. એક રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં વૈશ્વિક ઇલેક્ટ્રિક કારનું વેચાણ પહેલી વખત 10 લાખના આંકડાને પાર કરી શકે છે. યુકે સ્થિત બજાર અનસંધાન પેઢી આરએચઓ મોશન મુજબ વૈશ્વિક ઇલેક્ટ્રિક કારનું વેચાણ 10 લાખ સુધી પહોંચી ગયું છે અને જાન્યુઆરી 2023માં 6,60,000 યુનિટ્સનાં વેચાણની તુલનાએ 69 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગયા મહિનાના આંકડા પૂરી રીતે સટીક હોય શકે નહીં, કારણ કે તમા બજારનો ડેટા એકત્રિત કરવા અને તેનો અભ્યાસ કરવાનું કામ ખૂબ કઠીન છે. યુરોપીય બજારમાં સંયુક્ત રીતે 92,741 ફુલ ઇલેક્ટ્રિક વાહન રજિસ્ટર થયાં છે. જે 2023ના જાન્યુઆરી મહિનાથી 29 ટકા વધારે છે. ચીનમાં ઈવીનું વેચાણ 7,00,000ના આંકડાને પાર કરી ગયું છે. જેમાં પ્લગ ઈન હાઈબ્રિડ વાહન પણ સામેલ છે. આંકડા એક મહિના પહેલાની તુલનાએ ઓછા છે પણ જાન્યુઆરી 2023ની તુલનાએ 79 ટકાનો વધારો દર્શાવે છે. અમેરિકામાં ગયા મહિને કુલ મળીને નવા વાહનનાં વેચાણમાં ઘટાડો આવ્યો છે પણ ઈવીની માગ વધારે મજબૂત બની છે. 

ઈવીની આસપાસ સકારાત્મક ભાવના ઘણા વૈશ્વિક કારકોનાં કારણે ગ્રોથ ટ્રેજેકટ્રી ઘટવાની સાથે ઘટી છે. જો કે માગનો વધારો ટોપ ગિયરમાં હોવા છતાં પણ ઈવીનું વેચાણ ધીમી ગતિએ વધી રહ્યું છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.