• બુધવાર, 17 એપ્રિલ, 2024

ક્રૂડતેલની આયાત 20 મહિનાની ટોચે  

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુ.

વર્ષે જાન્યુઆરીમાં ક્રૂડતેલની આયાત છેલ્લા 20 મહિનાના ઉચ્ચત્તમ સ્તરે 214 લાખ ટનની થઈ છે. સ્થાનિક માગને સંતોષવા તેમ નિકાસ બજારમાં રિફાઈન્ડ પ્રોડક્ટ્સની વધી રહેલી માગનો લાભ લેવા આયાત વૃદ્ધિ થઈ છે.

એપ્રિલ 2022માં દેશમાં 216 લાખ ટન ક્રૂડતેલની આયાત કરાઈ હતી. જે સ્થાનિક જરૂરિયાત કરતાં 85 ટકા વધુ હતી, એમ પેટ્રોલિયમ ઍન્ડ ઍનાલિસીસ સૅલ (પીપીએસી)ની માહિતીમાં જણાવાયું છે. માસિક ધોરણે 198 લાખ ટનથી આયાત આઠ ટકા વધી છે જ્યારે વર્ષે 204 લાખ ટનથી ટકા વધી છે. ચોમાસાની સિઝનના આરંભે જૂન 2023થી દેશમાં ક્રૂડતેલની આયાત નબળી પડી હતી. જેની અસર ખાણોની કામગીરી પર થઈ હતી. અૉક્ટોબર પછી તહેવારોની સિઝનને લીધે ફરી આયાત શરૂ થવાથી ખાણો અને બાંધકામની કામગીરી પુન: શરૂ થઈ હતી. જાન્યુઆરીમાં રિફાઈનરીઓમાં લગભગ ક્રૂડતેલનો જથ્થો નહીં હોવાથી નોંધપાત્ર સ્થાનિક માગથી આક્રમક ખરીદી નીકળી પરંતુ રાતા સમુદ્રની કટોકટીથી આયાતમાં વિક્ષેપ સર્જાયો, એમ વિશ્લેષકોનું કહેવું છે.

જાન્યુઆરીમાં પ્રતિરોજ આપણી ક્રૂડતેલની આયાત 48 લાખ બૅરલ થઈ હતી જે ડિસેમ્બર 2023માં લગભગ 44 લાખ બૅરલની હતી. મધ્યપૂર્વ અને રાતા સમુદ્રની સ્થિતિને ધ્યાનમાં લેતાં ફેબ્રુઆરીમાં પણ ક્રૂડતેલની આયાત ઊંચી રહેશે. રિફાઈનરીઓ માલનો સ્ટૉક કરી રહી હોવાથી અને સ્થાનિક તેમ નિકાસ માગને સંતોષવા માટે પણ આયાત વધુ થઈ શકે છે, એમ વેપારી સૂત્રોનું જણાવવું છે.

દેશમાં ક્રૂડતેલની આયાત મુખ્યત્વે સ્થાનિક અને નિકાસ માગ પર આધારીત છે.રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ જાન્યુઆરીમાં વર્ષે 7.5 ટકા અને એપ્રિલ - જાન્યુઆરી 2024માં 3.1 ટકા વધી છે. વાહનવ્યવહાર અને પરિવહન ક્ષેત્રમાં મુખ્ય વપરાશ ધરાવતા ડીઝલનો સ્થાનિક વપરાશ જાન્યુઆરીમાં ઓછો રહ્યો હતો. ઔદ્યોગિક, ખાણકામ અને કૃષિ પ્રવૃત્તિઓ વધવાની સાથે ડીઝલની માગ વધશે. વર્ષે દેશમાં ક્રૂડતેલની માગ પ્રતિરોજ વધીને 2,03,000 બેરલ થઈ શકે છે, તેમાં ગેસોઈલ અને ગેસોલાઈન પ્રત્યેકનો હિસ્સો અનુક્રમે 33 ટકા અને 31.5 ટકા હોવાનું રિસર્ચ એજન્સીનું કહેવું છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.