• બુધવાર, 17 એપ્રિલ, 2024

ગુજરાતમાં રવી સિઝન માટે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો આરંભ   

રાજ્ય સરકાર ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ ખરીદશે

અમારા પ્રતિનિધિ તરફથી 

ગાંધીનગર, તા. 27 ફેબ્રુ. 

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે કે રવી માર્કાટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય સરકાર દ્વારા ઘઉં, બાજરી,જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. માટે ખેડૂતો તા. 27. 02થી 31.03.2024 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. તા.15 માર્ચથી 196 ખરીદ કેન્દ્રો/ગોડાઉન પરથી ખરીદી શરૂ કરાશે. 

બાવળિયાએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષાણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કાટિંગ સિઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં  પ્રતિ ક્વિન્ટલ -રૂ. 2275/-,બાજરી પ્રતિ ક્વિન્ટલ - રૂ.2500/-,જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ - રૂ. 3180/-, જુવાર (માલદંડી)  પ્રતિ ક્વિન્ટલરૂ.3225/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલણુન્.2090/-જીદ્મ દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનું રાજ્ય સરકાર નક્કી કર્યું છે. 

કુંવરજીભાઇએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પોષાણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.300/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના ઙિઙ -(ફિળિયતિ ઙજ્ઞિભીયિળયક્ષાિં ઙજ્ઞાિફિંહ) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. માટે ખેડૂતોએ તા.27/02થી 31 માર્ચ, 2024 સુધી ગ્રામીણ કક્ષાએ વીસીઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી તા.15 માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે. 

ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના 7-12 તથા 8- ની અદ્યતન નકલ, ગામ નમૂના 12 માં પાક વાવણી અંગેની નોંધ થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જથ્થો ખરીદ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.