• બુધવાર, 17 એપ્રિલ, 2024

મહારાષ્ટ્રને $ 1 લાખ કરોડનું અર્થતંત્ર બનાવવાની યોજના  

વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં

એજન્સીસ                

મુંબઈ, તા. 27 ફેબ્રુ.

મહારાષ્ટ્રના નાણાપ્રધાન અજિત પવારે આજે વિધાનમંડળમાં રાજ્યનું વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રાજ્યને એક લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય માંડવામાં આવ્યું છે. આગામી ચાર મહિના માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેમાં આવતા ચાર માટે આવશ્યક ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની નિકાસ વધારવા માટે કુલ પાંચ ઈન્ડસ્ટ્રિયલ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું.

અજિત પવારે બજેટ રજૂ કરતાં જણાવ્યું કે રાજ્યમાં સૂક્ષ્મ અને લઘુ એકમો માટે નવી પૉલિસી તૈયાર કરવામાં આવશે અને રાજ્યમાં 18 લઘુ એકમો સંકુલ સ્થાપવામાં આવશે.દાવોસ કરાર મુજબ રાજ્યમાં ત્રણ લાખ કરતાં વધુ ઉદ્યોગો રોકાણ કરશે, એમ પવારે જણાવ્યું હતું.તેમણે નગર વિકાસ (અર્બન ડેવલપમેન્ટ) માટે રૂા. 10 હજાર કરોડ અને સાર્વજનિક બાંધકામ (પીડબ્લ્યુડી) માટે રૂા. 19,000 કરોડની રકમ અનામત રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતો માટે તેમની પસંદગીના સૌરકૃષિ પમ્પ ફાળવવામાં આવશે. યોજના હેઠળ 8.50 લાખ સૌરકૃષિ પમ્પ બેસાડવામાં આવશે, એમ અજિત પવારે વચગાળાનું બજેટ શરૂ કરતાં જણાવ્યું હતું.

રાજ્યની મહિલાઓને પાંચ હજાર પિન્ક રિક્ષા ફાળવવા સાથે રાજ્યના રેલવે નેટવર્ક માટે અને યોજના માટે રૂા. 15,554 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. રત્નાગિરિના ભાગવત બંદરના વિકાસ માટે રૂા. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.મુંબઈમાં વર્સોવા-બાન્દ્રાથી પાલઘર સુધી કોસ્ટલ રોડનું નિર્માણ થશે, જ્યારે `િમહાન' યોજના રૂા. 100 કરોડની જોગવાઈ કરવાની ઘોષણા તેમણે કરી હતી.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.