• બુધવાર, 17 એપ્રિલ, 2024

2023-24ના વર્ષાન્તે રોજગારીની સ્થિતિ વધુ ગંભીર : ઈલો  

નવી દિલ્હી, તા. 29 માર્ચ

2023-24નું નાણાકીય વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે ત્યારે દેશમાં રોજગારીની સ્થિતિ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ હોવાના નિર્દેશો છે. ફેબ્રુઆરી 2024માં ગત વર્ષના સમય કરતાં વધુ લોકો બેરોજગાર હતા અને ઘણા ઓછા લોકોને રોજગારી મળી હતી. જોકે, ચાલુ વર્ષે પ્રોવિડંડ ફંડના સભ્યોની સંખ્યા વધી હતી તે એક સકારાત્મક બાબત છે. ઈન્ટરનેશનલ લેબર અૉર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના `ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024'ના એક અહેવાલમાં રોજગારીની બજારમાં ઊભા થઈ રહેલા પડકારો અને સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી.

આઈએલઓએ જણાવ્યું હતું કે ભારતના દર ત્રણમાંથી એક યુવાન નથી ભણી રહ્યોઁ, જેથી રોજગારી ધરાવતો કે નથી કોઈ તાલીમ લઈ રહ્યો. દેશમાં ઉત્પાદન ક્ષેત્ર સેવાક્ષેત્રની જેમ મજબૂત રીતે વિકસ્યું નથી તેથી નવી રોજગારીના સર્જનની પ્રક્રિયા ધીમી પડી છે. લગભગ 90 ટકા શ્રમિકો અનૌપચારિક અથવા બિનસંગઠિત ક્ષેત્રમાં છે.

ફેબ્રુઆરી 2024માં બેરોજગારીનો દર વધીને 8.01 ટકાએ પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરી 2023માં 7.45 ટકા હતો, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના એક અહેવાલમાં જણાવ્યું હતું. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ 8.5 ટકા હતું, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 7.8 ટકા હતું. ફેબ્રુઆરીમાં મહિલાઓની બેરોજગારી 13.5 ટકા જેટલી ઊંચી હતી, જ્યારે પુરુષોની બેરોજગારી 7.2 ટકા જેટલી હતી. ફેબ્રુઆરી 2023માં મહિલાઓની બેરોજગારી 14 ટકા અને પુરુષોની બેરોજગારી 6.7 ટકા હતી.

`નોકરી જૉબ સ્પીક ઈન્ડેક્સ' ફેબ્રુઆરી 2024માં 2780 હતો, જ્યારે ફેબ્રુઆરી 2023માં તે 3007 હતો. નોકરી ડૉટકૉમે જણાવ્યું હતું કે માસિક સૂચકાંક દ્વારા ભારતીય રોજગારીની બજારની સ્થિતિ જાણવા મળે છે. નવી રોજગારી કેટલી ઊભી થઈ અને નવી રોજગારી માટે કેટલું સંશોધન થયું તે બાબતનું વિશ્લેષણ થઈ શકે છે. વેબસાઈટ પર નવા રિઝયુમે કેટલા અપલોડ થયા તેના અભ્યાસ દ્વારા પણ બધી બાબતો જાણવા મળે છે.આંકડાઓ મુજબ ઔપચારિક રોજગારી વધી છે. જાન્યુઆરીમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ અૉર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સભ્યોની સંખ્યામાં 16 લાખનો વધારો થયો હતો.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.