• બુધવાર, 17 એપ્રિલ, 2024

ઊંચી આયાત જકાતો કાયમ માટે નથી : નાણાપ્રધાન સીતારામન  

નવી દિલ્હી, તા. 29 માર્ચ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે કેટલાંક ક્ષેત્રોમાં આયાત જકાતના ઊંચા દરો જોવા મળે છે તે કાયમી નથી અને સરકારની નીતિ સમય પ્રમાણે બદલાતી રહે છે.આત્મનિર્ભર ભારતની નીતિ પ્રગતિ વિરોધી નથી. કોઈ પણ ઉદ્યોગને કૃત્રિમ રક્ષણ આપવામાં આવે ત્યારે જે બિનકાર્યક્ષમતા સર્જાય તેને પ્રોત્સાહન આપી શકાય નહીં. સરકાર બાબતમાં જાગૃત છે અને તેની નીતિના અને માપદંડોમાં ફેરફાર થઈ રહ્યા છે. સરકાર કેટલાક સમય સુધી રક્ષણ આપી શકે, પરંતુ કાયમ માટે નહીં. બાબતમાં ક્યારેક દરવાજા બંધ કરવા પડે. અમે વિકાસ કરીશું પણ માટે પચાસ વરસ જોઈશે એમ કોઈ કહે તો ચાલશે નહીં, એમ સીતારામને કહ્યું હતું.

ઊંચા કરવેરા અને કરરાહતો પાછી ખેંચવા બાબત સીતારામને જણાવ્યું હતું કે આપણા દેશનું ઉત્પાદન સ્પર્ધાત્મક નહીં હોય તો સસ્તી આયાતનો સામનો કરવો પડશે. કેન્દ્ર સરકાર ખાનગીકરણની નીતિનો અમલ કરશે, પરંતુ વ્યૂહાત્મક ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્રની હાજરી રહેશે. સરકાર ખાનગીકરણમાં કોઈ વિલંબ નથી કરી રહી. નક્કી થયેલી કંપનીઓના મૂલ્યાંકનનું બારીકાઈથી વિશ્લેષણ થઈ રહ્યું છે અને તેમાં વધારો કરીને યોગ્ય સમયે તેમને બજારમાં મૂકવામાં આવશે.

નવી પેન્શન યોજના બાબત બોલતાં સીતારામને જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ પેન્શન યોજનાઓ બાબત કોઈ ઉતાવળિયા નિર્ણયો લેવા જોઈએ નહીં કારણ કે તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ પર ગંભીર અસર પડી શકે. બાબતમાં બધા પક્ષકારોને સાંભળ્યા બાદ સરકારી સમિતિ યોગ્ય - સુધારાવધારા અને ભલામણ રજૂ કરે તેવી આશા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આર્થિક બાબતોના મતભેદ રાજકીય સ્વરૂપના હોવા જોઈએ. રાજ્યોએ વિવાદમાં સમય બગાડયા વિના નાણાં પંચ સમક્ષ તેમની દલીલો રજૂ કરવી જોઈએ.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.