• બુધવાર, 17 એપ્રિલ, 2024

હાઈ કોર્ટે અરજી ફગાવતાં કૉંગ્રેસની કઠણાઈ વધી : આઈટી વિભાગે રૂા. 1700 કરોડની ટૅક્સ નોટિસ ફટકારી  

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 29 માર્ચ

કૉંગ્રેસ પક્ષનાં બૅન્ક ખાતાંઓ સ્થગિત થઈ ગયાં હોવાથી તે નાણાભીડનો સામનો કરી રહી છે. આમાં 2017-18થી 2020-21ના આકારણી વર્ષો માટે આવકવેરા ખાતાએ દંડ અને વ્યાજ સહિત કુલ રૂા. 1700 કરોડની નોટિસ ફટકારી છે. ચાર આકારણી વર્ષો માટેની રીએસેસમેન્ટ પ્રક્રિયાને પડકારતી કૉંગ્રેસ પક્ષની અપીલ દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધા બાદ નોટિસ આવી પડી છે.

આમ લોકસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય પક્ષની ચિંતામાં વધારો થયો છે. કૉંગ્રેસના વકીલ અને રાજ્યસભા એમપી વિવેક તાનખાએ કહ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ નોટિસને ફરી પડકારશે. બિનલોકશાહી અને ગેરવ્યાજબી પગલું હોવાનું તેમણે ઉમેર્યું હતું. ટૅક્સ વિભાગે પૂર્વે કૉંગ્રેસના દિલ્હી બૅન્ક ખાતામાંથી રૂા. 135 કરોડ વસૂલ કરી લીધા છે. 2018-19 આકારણી વર્ષ માટેના બાકી રહેલા ટેક્સ અને વ્યાજની રકમ છે.

ન્યાયમૂર્તિ યશવંત વર્મા અને પુરુશેન્દ્રકુમાર કૌરવની બેન્ચે અગાઉના નિર્ણયને ટાંકી બીજા ગાળા માટેની રીએસેસમેન્ટ પ્રક્રિયા ખોલવા સંદર્ભે કરાયેલી અરજી વિશે હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી. બેન્ચે જણાવ્યું હતું કે 2014-15થી 2016-17નો અગાઉનો ચુકાદો પાછળની પિટિશનને પણ લાગુ પડે છે.

અગાઉની પિટિશન ગત સપ્તાહે કાઢી નાખવામાં આવી હતી. આમાં કૉંગ્રેસ પક્ષે 2014-15થી 2016-17ના આકારણી વર્ષ સંબંધી રીએસેસમેન્ટ પ્રક્રિયાના પ્રારંભને પડકાર્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે દલીલ ફગાવી દેતાં નોંધ્યું હતું કે આવકવેરા ખાતાએ નક્કર પુરાવા આપ્યા છે અને તેની વધુ ચકાસણી કરવાની જરૂરત છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.