• બુધવાર, 17 એપ્રિલ, 2024

નાણા વર્ષ 2024 : ધાતુઓમાં મંદી યથાવત્, સ્થાનિક બજારમાં માલ ભરાવાનું દબાણ  

રાજેશ ભાયાણી

મુંબઈ, તા. 29 માર્ચ

બેઝ મેટલ્સના ભાવ નાણાકીય વર્ષ 2023-24માં ફરી એક વખત ઘટયા છે. બેઝ મેટલ્સના આંતરરાષ્ટ્રીય ભાવ છેલ્લાં 10 વર્ષમાં વર્ષ ઘટીને બંધ રહ્યા છે. વર્ષે અત્યાર સુધીમાં લંડન મેટલ ઈન્ડેક્ષ 6 ટકા ઘટયો છે અને ગયા વર્ષે 22 ટકા ઘટયો હતો. તાંબાને બાદ કરતા બધી મેટલ્સ 8 થી 28 ટકા ઘટી છે. તાંબા અને એલ્યુમિનિયમ અનુક્રમે 2 અને અઢી ટકા નીચા રહ્યા છે.

ઘટાડાનું મુખ્ય કારણ વર્ષ દરમિયાન ઊંચો રહેલો ફુગાવો જેને કારણે એકંદરે વૈશ્વિક અર્થતંત્રમાં માગ દબાણ હેઠળ રહી અને અમેરિકન ફેડરલ રીઝર્વ દ્વારા વ્યાજદર ઊંચા સ્તરે જળવાઈ રહ્યા હતા અને ઘટયા નથી પણ મોંઘા નાણાંને કારણે માગ ઉપર દબાણ માટે જવાબદાર હતું. વર્ષે સ્ટીલ અને આયર્ન ઓર પણ દબાણ હેઠળ રહ્યા. બન્ને 17.5 ટકા આસપાસ ઘટયા છે.

કોમ્ઝટ્રેન્ડઝ ટ્રેન્ડસના ડિરેક્ટર ટી. જ્ઞાનશેખર કહે છે કે, ``કોપર સિવાયની ધાતુઓની એકંદર માગ દબાણ હેઠળ રહી છે અને એટલે મેટલ્સના ભાવ ઘટી રહ્યા છે. જોકે કોપરના ભાવમાં આવતા દરેક ઘટાડા વખતે આંતરરાષ્ટ્રીય રોકાણ ફંડો તેજીના ઓળિયાં વધારી રહ્યાં છે. ફંડો માને છે કે ફેડરલ રિઝર્વ વર્ષે વ્યાજ દરો ઘટાડશે એટલે માગનો સુધારો દેખાશે. વખતે નવું ઉત્પાદન બહુ વધતું હોવાથી બજારમાં પુરવઠાની ખાધ ઊભી થઈ શકે.'' જે ફરી તેજી લાવશે.

ક્રૂડ ઓઈલના ભાવ વર્ષે 8.7 ટકા વધ્યા છે, પરંતુ નેચરલ ગૅસના ભાવ 44.7 ટકા ઘટીને બે ડૉલર (પ્રતિ એમએમબીટીયુ) થઈ ગયા છે. રીચર્ડ બે કોલસા ગયા વર્ષે 47.7 ટકા ઘટયો અને વર્ષે 25 ટકા ઘટીને 100 ડૉલર પ્રતિ ટન આસપાસ બોલાઈ રહ્યો છે. રીચર્ડ બે કોલના ભાવ ભારત માટે બેન્ચમાર્ક ગણાય છે.

જ્ઞાનશેખર કહે છે કે ક્રૂડ ઓઈલ (એનર્જી માર્કેટ)માં મધ્ય પૂર્વમાં તણાવ અને પુરવઠા સામેના અવરોધોને કારણે તેજી દેખાઈ છે, પરંતુ એકંદર માગ નબળી છે. અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી હોવાથી ગૅસોલીનના ભાવ ઊંચા જાય એવા પ્રયાસ પણ થઈ શકે. એટલે આગામી વર્ષે તેજી મર્યાદિત રહેશે.

સ્થાનિક મેટલ્સ ઉદ્યોગમાં પરિસ્થિતિ વર્ષ દરમિયાન ઘણી સારી રહી પરંતુ છેલ્લા એક-બે મહિનાથી વૈશ્વિક પરિબળોની અસર જણાવા લાગી છે.

રોબસ્ટ કન્સલ્ટિંગના સ્થાપક અને સીઈઓ સંદીપ દાગા કહે છે કે, ``નાણાકીય વર્ષ 2023-24માં બે પરિબળોને કારણે મેટલ્સની માગ સારી રહી હતી. સરકારે પાવર સેક્ટર સહિતના માળખાકીય પ્રોજેક્ટોમાં મોટું રોકાણ કર્યું અને વાહનોની માગ ઘણી સારી રહી. સાથે સરેરાશ સ્થિર રહેલો રૂપિયો અને ઘટાડા તરફી વૈશ્વિક ભાવને કારણે મેટલ્સનો સ્થાનિક વપરાશ વધ્યો હતો.''

કોવિડ-19 વખતનું લોકડાઉન અને પછી બહુ ઝડપથી વધેલી માગને પહોંચી વળવા માટે મેટલ્સના સ્થાનિક ઉત્પાદકોએ ઉત્પાદન વધાર્યું હતું. એમાં એલ્યુમિનિયમ અલોય અને લેડ રિસાઈક્લિંગમાં સપ્લાયની પાઈપલાઈનમાં ભરાવો રહ્યો અને સ્થાનિક ભાવમાં ડિસ્કાઉન્ટની સ્થિતિ હતી.

સંદીપ દાગા ઉમેરે છે કે ``એકંદર માગ સારી રહેવા છતાં ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતાના વધારાને કારણે ભાવ-યુદ્ધ જોવાયું જેને કારણે તેમના નફાના ગાળા પણ નીચા રહ્યા હતા.'' લૅડમાં અમર રાજા અને એકસાઈડ બન્ને બેટરી ઉત્પાદકોએ રિસાઈક્લિંગમાં ઓવર કેપેસિટી અનુભવી અને સાઉથ કોરિયા જેવા નિકાસ માટેના મોટા બજારોનો સપોર્ટ (માગ) મળતાં સ્થાનિક બજાર સરપ્લસમાં આવી ગઈ છે. સારી માગને કારણે ક્રમશ: ઓવર સપ્લાય છતાં માલ વેચાઈ રહ્યો છે પણ આયાત પડતર કરતાં સ્થાનિક ભાવ નીચા રહે સંભવ છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.