• બુધવાર, 17 એપ્રિલ, 2024

તાપમાનમાં થઈ રહેલો વધારો કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓ માટે લાભદાયી નીવડશે  

મુંબઈ, તા. 29 માર્ચ 

વર્ષે માર્ચ-મેનો સમયગાળો લાંબો અને સૂકો રહેવાની સાથે ગરમીના દિવસો વધારે હશે અને દેશભરમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે એવી આગાહી તાજેતરમાં ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) કરી છે. લાંબા ઉનાળાનો લાભ ઠંડાં-પીણાં, આઈક્રીમ, ઍર કંડિશનર અને કૂલર્સના ઉત્પાદકોને થવાની ધારણા છે. ઉત્પાદકો તેમના પ્રોડક્ટ્સની મજબૂત માગ નીકળવાની અપેક્ષા રાખે છે.  

પાછલા બે વર્ષમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ થવાને કારણે મોસમી માગ ધોવાઈ ગઈ હતી. વર્ષે દીર્ઘ ઉનાળાની આગાહીને કારણે તમામ શ્રેણીના વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ 30-50 ટકા વૃદ્ધિની અપેક્ષા તેમને છે.  ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ કહ્યું કે, વર્ષે વેચાણમાં 30 ટકા વૃદ્ધિની ધારણા છે. દક્ષિણ અને પૂર્વના બજારોમાં દિવસ અને રાત્રિ બંને સમયે તાપમાનમાં વધારો જોવાયો છે, મુંબઈની જેમ પશ્ચિમમાં પણ તાપમાન વધી રહ્યું છે. જ્યારે ઉત્તરમાં એપ્રિલની શરૂઆતથી તાપમાનમાં વધવાનો અંદાજ છે.  

અમૂલ બ્રાન્ડના ઉત્પાદક ગુજરાત કો-અૉપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મૅનાજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ કહ્યંન કે, ઉનાળામાં આઇક્રીમ, પીણાં અને છાશ તથા લસ્સી જેવી દૂધની બનાવટોના વેચાણમાં 50 ટકા વૃદ્ધિની અપેક્ષા છે. કેટલીક બજારોમાં માગ વૃદ્ધિ શરૂ થઈ ગઈ છે, એપ્રિલ-જૂન દરમિયાન તાપમાન વધવાથી માગ વધુ વધશે.  

સામાન્ય રીતે એસી, આઇક્રીમ અને પીણાં જેવી કેટેગરીઝનું અડધા જેટલું વાર્ષિક વેચાણ એપ્રિલ-જૂનના સમયગાળામાં જ્યારે તાપમાનનો પારો ટોચે પહોંચે છે ત્યારે થાય છે, એમ જણાવતાં એક્સ્પર્ટ્સે કહ્યું કે, દીર્ઘ ઉનાળાનો અર્થ છે કે કંપનીઓએ ગાળામાં સંપૂર્ણ ઉત્પાદન અને વિતરણ બંને માટે આયોજન કરવું પડશે. 

મધર ડેરી ફ્રુટ ઍન્ડ વેજીટેબલના મૅનાજિંગ ડિરેક્ટર મનીષ બંદલીશે જણાવ્યું કે, કંપનીએ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા માટે અને ક્ષમતા વૃદ્ધિ માટે રૂા. 50 કરોડ સુધીનું રોકાણ કર્યું છે. ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે કંપનીએ 30થી વધુ નવી પ્રોડક્ટ્સ રજૂ કરી છે, જેમાં લગભગ 20 નવા આઈક્રીમની શ્રેણી, ગ્રીક યોગર્ટ્સ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ છે. 

આઈટીસી ફૂડ્સ અપેક્ષિત વૃદ્ધિનો લાભ લેવા માટે વર્ષે વિતરણ આઉટલેટ્સ ઉમેરશે. કંપનીના ડેરી અને બેવરેજ ડિવિઝનના સીઓઓ સંજય સિંગલે જણાવ્યું કે, આઈટીસી ફૂડ્સે વર્ષે મોટા પાયે જ્યુસ માટે ડિલર્સની સંખ્યામાં 30 ટકા વૃદ્ધિ કરવાનો અંદાજ છે. સાથે વિવિધ પ્રાઈસ પોઈન્ટ્સમાં નવી ફ્લેવર્સ પણ ઉમેરાશે.  

પેપ્સિકોના પ્રોડક્ટ્સનું વેચાણ કરતી વરુણ બેવરેજિસના ટોચના બજારોમાં ભારત, શ્રીલંકા અને નેપાળ મુખ્ય છે. કંપની પ્રવક્તાએ જણાવ્યું કે કંપની એપ્રિલ-જૂન પહેલા તેના વિતરણ અને ચિલીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની સાથે જ્યુસ અને વેલ્યુ એડેડ ડેરી પ્રોડક્ટ્સમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.