ચાની સિઝન પૂરી : હવે માર્ચમાં ચાના બગીચા ખૂલશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 જાન્યુઆરી
ઠંડીએ આકરો મિજાજ આ વર્ષે બતાવ્યો છે. ગુજરાતભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લાં એક મહિનાથી ખૂબ ઠંડી પડી છે. કોઇ દિવસ આકરી તો ક્યારેક ગુલાબી ઠંડીમાં શિયાળો સારો વિતી રહ્યો છે. ઠંડીની અસરથી ચાના વેચાણમાં ગતિ આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના લોકો ચાના શોખિન જણાય છે અને રાજકોટ ચાના હોલસેલ...