સેન્સેક્ષ 1131 અને નિફ્ટી 325 પૉઇન્ટ્સ ઊછળ્યા
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 18 માર્ચ
દરિયાપારનાં બજારોમાં સાર્વત્રિક તેજીના પગલે સ્થાનિક શૅરબજારમાં ચોમેર ખરીદી જોવા મળી હતી. મંગળવારે સતત બીજા સત્રમાં બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેક્ષ 1131.31 પોઇન્ટ્સ (1.53 ટકા) વધીને 75,301.26 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 323.55 પોઇન્ટ્સ (1.45 ટકા) વધીને 22,834.40 પોઇન્ટ્સ.....