• બુધવાર, 17 એપ્રિલ, 2024

વાઈબ્રન્ટની તૈયારીઓ માટે 20 સમિતિઓની રચના કરાઈ   

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 21 જુલાઈ

આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે તમામ પ્રકારની કામગીરી પર નજર રાખવા માટે રાજ્ય સરકારે20 જેટલી સમિતિઓની રચના કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા સ્થળ અને ઇવેન્ટ મૅનેજમેન્ટ સમિતિનું સંચાલન કરશે. શિક્ષણ વિભાગના પીએસ મુકેશ કુમાર એક્ઝિબિશન સમિતિ, ડીજીપી વિકાસ સહાય કાદો અને વ્યવસ્થા પરની સમિતિ અને સુરક્ષાનું તથા જીએમબીના સીઈઓ રાજકુમાર બેનીવાલ ખાદ્ય અને પીણી પરની સમિતિનું સંચાલન કરશે.  

જ્યારે વડા પ્રધાન સાથેની રૂબરૂ મુલાકાતનું કામ પંચાયત અને ગ્રામિણ વિકાસા અગ્ર સચિવ મોના ખંધાર સંભળશે, જ્યારે મુખ્ય પ્રધાન સાથેની રૂબરૂ મુલાકાતોનું મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંહ સંચાલન કરશે. આ ઉપરાંત પ્રોટોકોસ, વાહનવ્યવહાર અને એકોમોડેશન સમિતિનું સંચાલન પ્રવાસન વિભાગના સચિવ હરીત શુક્લા કરશે. જ્યારે દેશ અને રાજ્યની સેમિનાર પેનલનું નેતૃત્ત્વ નાણાં સચિવ આરતી કંવર અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના પીએસ અશ્વિનીકુમાર સાંસ્કૃતિક સમિતિઓના કાર્યો પર અને શહેર સૌંદર્ય સમિતિના કાર્યો પર દેખરેખ રાખશે.  

તે સિવા આરોગ્ય કમિશનર શાહમીના હુસૈન આકસ્મિક સેવાઓ અને આરોગ્ય સંભાળ સમિતિ, નર્મદા, જળ સ્ત્રોતો અને પાણીપુરવઠાના પીએસ ધનંજય દ્વિવેદી વાઈબ્રન્ટ ગુજરાત અૉપરેસન્સ સેન્ટર (વીજીઓસી) પર દેખરેખ રાખશે. તેમજ જીએસપીસીના મૅનાજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવણે બીટુબી/ બીટુજી/ જીટુજી બેઠકોનું નેતૃત્ત્વ કરશે અને વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગના સચિવ વિજય નહેરા આઈસીટી સમિતિ પર દેખરેખ રાખશે. 

નોંધનીય છે કે કોરોનાને કારણે ચાર વર્ષ સુધી મુલતવી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન આગામી 11થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાવા જઈ રહી છે. મહાત્મા મંદિરમાં યોજાનારી આ વાઈબ્રન્ટ સમિટમાં રોકાણ કરારો પર હસ્તાક્ષર કરવા ઉપરાંત વિવિધ સેમિનારના આયોજનો પણ થશે. કોવિડ પછી વિશ્વના દરેક રાષ્ટ્રોની વચ્ચે સહ ભાગીદારી થકી આર્થિક વિકાસની થીમ પર આયોજન થશે. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પહેલા મોકૂફ રાખવામાં આવી હતી અને બાદમાં રદ કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લે 2018માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી અને ત્યાર પછી પાંચમાં વર્ષે એટલે કે 2023માં વાઈબ્રન્ટ સમિટ યોજાશે.  

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.