• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન 41 કરોડ ટન રહેવાની સંભાવના   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 મે

અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ)એ જણાવ્યું છે કે તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન વર્ષ 2023-24માં લગભગ 440 લાખ ટન વધીને 6710.625 કરોડ ટન થવાની ધારણા છે. આ વૃદ્ધિ આર્જેન્ટિના અને બ્રાઝિલમાં સોયાબીન, યુરોપિયન યુનિયન અને કૅનેડામાં સરસવ અને યુરોપિયન યુનિયનમાં સૂર્યમુખીના વાવેતરમાં વધારો થવાના પરિણામે થશે. વર્ષના અંતે તેલીબિયાંનો સ્ટોક 200 લાખ ટનથી વધુ થવાની શક્યતા છે. વર્ષ 2022-23માં તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન 25 લાખ ટન વધીને 62.7 કરોડ ટન થવાનો અંદાજ હતો. યુએસડીએએ વર્ષ 2023-24 માટે સોયાબીનની સરેરાશ કિંમત 12.10 ડૉલર પ્રતિ બુશેલ રાખી છે. 

વર્ષ 2023-24માં સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન 41.05 કરોડ ટન રહેવાનો યુએસડીએનો અંદાજ છે. આ અંદાજ વર્ષ 2022-23 માટે 37.04 કરોડ ટન અને વર્ષ 2021-22માં 35.98 કરોડ ટન હતું. અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2023-24માં 12.27 કરોડ ટન હોવાનો અંદાજ છે, જે વર્ષ 2022-23માં 11.63 કરોડ ટન અને વર્ષ 2021-22માં 12.15 કરોડ ટન હતું. બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2023-24માં 16.30 કરોડ ટન હોવાનો અંદાજ છે, જે વર્ષ 2022-23માં 15.50 કરોડ ટન અને વર્ષ 2021-22માં 13.05 કરોડ ટન હતું. 

આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન 2023-24માં 4.80 કરોડ ટન, 2022-23માં 2.70 કરોડ ટન અને 2021-22માં 4.39 કરોડ ટન થવાનો અંદાજ છે. ચીનમાં સોયાબીનનું ઉત્પાદન 2023-24માં 2.05 કરોડ ટન, 2022-23માં 2.02 કરોડ ટન અને 2021-22માં 1.63 કરોડ ટન થવાની ધારણા છે. યુએસડીએનું કહેવું છે કે વર્ષ 2023-24માં ચીનની સોયાબીનની આયાત 10 કરોડ ટન થવાની સંભાવના છે. વર્ષ 2022-23માં આ આયાત 9.80 કરોડ ટન રહી હતી.  વર્ષ 2023-24માં બ્રાઝિલમાં સોયાબીનની નિકાસ વર્ષ 2022-23ના 9.30 કરોડ ટનની તુલનામાં 9.65 કોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. અમેરિકાની સોયાબીનની નિકાસ વર્ષ 2023-24માં 5.37 કરોડ ટન રહેવાની ધારણા છે. આર્જેન્ટિનાની સોયાબીનની નિકાસ 2023-24માં 46 લાખ ટન થવાની ધારણા છે. તે વર્ષ 2022-23માં 33 લાખ ટન હતી.  

અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24માં ભારતમાં સોયાબીનનું ઉત્પાદન 120 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ઉત્પાદન વર્ષ 2022-23માં પણ આટલું જ હતું, જ્યારે વર્ષ 2021-22માં 118.89 લાખ ટન હતું. ભારતમાં વર્ષ 2023-24માં 98 લાખ ટન સોયાબીનનું પિલાણ થવાનો અંદાજ છે. વર્ષ 2022-23માં 99 લાખ ટન અને વર્ષ 2021-22માં પણ 85 લાખ ટન સોયાબીનનું પિલાણ થયું હતું. 

વર્ષ 2023-24માં સમગ્ર વિશ્વમાં સોયાબીનનો અંતિમ સ્ટોક 12.24 કરોડ ટન હોવાનો અંદાજ છે. સોયાબીનનો ક્લાઝિંગ સ્ટોક વર્ષ 2022-23માં 10.10 કરોડ ટન અને વર્ષ 2021-22માં 9.86 કરોડ ટન હતો.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.