• રવિવાર, 26 માર્ચ, 2023

વૅલેન્ટાઇનના દિવસેવાહનો અને ઝવેરાતનાં વેચાણ વધ્યાં

સોનાના ભાવ ઊંચા રહેતા પાછલા વર્ષ કરતાં ઓછું ટર્નઓવર થયું

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 21 ફેબ્રુ.

પહેલા પુષ્ય નક્ષત્ર કે દિવાળી કે શુકનીયાળ તારીખે નવા વાહનો અને ઝવેરાતની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વૅલેન્ટાઇન ડેના રોજ લોકોને ખરીદી કરવાનું ઘેલું લાગ્યું છે. જેના પરિણામે તાજેતરમાં જ 14 ફેબ્રુઆરીએ ઊજવાયેલા વૅલેન્ટાઇન ડેના રોજ અૉટોમોબાઇલ્સના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.  

ડીલરો પાસેથી મળેલી માહિતી અનુસાર ટુ વ્હીલર સામાન્ય રીતે મહિનામાં 400-500 નંગ વેચાય છે. તેની સામે વૅલેન્ટાઇન ડેના રોજ 1000થી વધુ નંગનું થયું હતું. જ્યારે ફોર વ્હીલરનું સામાન્ય રીતે 100થી 150 કારનું થાય છે ત્યારે વૅલેન્ટાઇન ડેના રોજ 400થી વધુ કાર નોંધાઇ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વખતથી લોકોમાં વેલેન્ટાઇન ડેના નિમિત્તે ભેટ આપવાનું વલણ વધ્યું છે. ડીલરો આ દિવસે ખાસ શણગાર ખસ ગિફ્ટ ડિલિવરી પણ કરે છે એટલું જ નહી તેઓ વી-ડે અૉફર્સ પણ મુકતા હોય છે.  

જ્યારે સોના ચાંદીમાં અમદાવાદ સ્થિત જ્વેલર્સ એસોસિયેશને જણાવ્યું હતુ કે સોનાનો ભાવ હાલમાં રૂ. 59000 પર પહોંચી ગયો હોવાથી પાછલા વર્ષની તુલનામાં ટર્નઓવરમાં ઘટાડો થયો છે. પરંતુ વેચાણ આંક એટલો જ રહ્યો હતો.  જોકે, આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે આજે સોનાનો ભાવ રૂા. 58500 ચાલી રહ્યો છે. આ વખતે વેલેન્ટાઇન ડેની સાથે લગ્ન ગાળો પણ ચાલતો હોવાથી અમારી સિઝન સારી રહી હતી. સોનાના ઊંચા ભાવની શરૂમાં દેખાઇ હતી પરંતુ ભાવ સ્થિર જતા સારી લેવાલી રહી હતી. આ વખતે મુખ્યત્વે હળવા વજનની જ્વેલરીનું વેચાણ વધ્યું હતું, જેમાં પેન્ડન્ટ, બંગડીઓનો સમાવેશ થાય છે. એબી જ્વેલના મનોજ સોનીએ જણાવ્યું હતું કે સોનાની કિંમતમાં વધારો થયો હોવાથી પાછલા વર્ષ કરતા ખરીદારો ઓછા રહ્યા હતા પરંતુ વેચાણનો અંક પાછલા વર્ષના વૅલેન્ટાઇન ડે જેટલો જ થયો હતો.