નવી દિલ્હી, તા. 17 માર્ચ
બે વૈશ્વિક સંગઠનોએ તેમનાં નિરીક્ષણોને આધારે આ વર્ષે અલ નિનો સર્જાવાની 50 ટકા શક્યતા દર્શાવી છે.2023ના ઉત્તરાર્ધમાં સમગ્ર વિશ્વમાં અલ નિનોની અસર સ્વરૂપે દરિયાનાં પાણી ગરમ થવાથી દુષ્કાળ, ભારે વરસાદ અને પૂર આવવાની શક્યતા છે.અૉસ્ટ્રેલિયાના બ્યૂરો અૉફ મિટિઓરોલોજી અને જાપાનની મિટિઓરોલોજીકલ એજન્સીએ અલ નિનો (નાના છોકરા માટેનો સ્પેનિશ શબ્દ)નું સર્વેક્ષણ શરૂ કર્યું છે.યુએસ નેશનલ એશિયાનિક ઍન્ડ અટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના એક યુનિટ ક્લાઇમેન્ટ પ્રિડિક્શન સેન્ટરે એવી આગાહી કરી હતી કે વર્ષના મધ્યભાગથી અલ નિનોની શરૂઆત થશે અને વર્ષના અંત સુધીમાં તે મજબૂત બનશે.
જોકે યુનોના એક યુનિટ વર્લ્ડ મિટિઓરોલોજિકલ અૉર્ગેનાઇઝેશન (ડબલ્યુએમઓ)ના કહેવા મુજબ લોંગરેંજ ઈએનએસઓ (અલ નિનો-લા નીનો સધર્ન ઓસિલેશન)ની આગાહી સાવચેતીપૂર્વક કરવી જોઈએ.
વર્ષના આ સમયે સિઝનલ ફોરકાસ્ટ મોડેલ્સનો નબળો દેખાવ જેને સામાન્ય રીતે નોર્ધન હેમિસ્ફિઅર સ્પ્રિંગ પ્રિડિક્ટેબિલિટી બેરિઅર તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે અલ નિનોની સ્પષ્ટ આગાહી મુશ્કેલ બને છે. ઇન્ડિયન મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ જણાવ્યું હતું કે `િસ્પંગ-પ્રિડિકટેબિલિટી બેરિયર'ને ધ્યાનમાં લઈએ તો અલ નિનો વિષે કોઈ પણ આગાહી ફક્ત એપ્રિલમાં જ શક્ય બનશે.
ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરે સોમવારે જાહેર કરેલા તેના `પ્રોબેબિલિસ્ટિક ઇએનએસઓ આઉટલૂક' નામના અહેવાલમાં જણાવ્યું હતું કે 2023ના ઉનાળામાં (જુલાઈ-સપ્ટેમ્બર)માં અલ નિનો આકાર લેશે અને અૉક્ટોબર-નવેમ્બર સુધી તેની અસર રહેશે. અલ નિનો વધુ જોર પકડે તેવી શક્યતા રહેશે. અૉસ્ટ્રેલિયાના બ્યૂરો અૉફ મિટિઓરોલોજીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના મધ્યભાગ પછી અલ નિનો આવી શકે. એટલે તેમણે અલ નિનોનું નિરીક્ષણ ચાલુ કર્યું છે. 2023માં અલ નિનો આવવાની 50 ટકા સંભાવના છે.
જાપાન મિટિઓરોલોજિકલ એજન્સીએ જણાવ્યું હતું કે અલ નિનો આવવાની 50 ટકા શક્યતા કહી શકાય.