એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 માર્ચ
શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ એચડીએફસી અને એચડીએફસી બૅન્કના મર્જરને મંજૂરી આપી છે. એચડીએફસી બૅન્કે 4 એપ્રિલના રોજ દેશની સૌથી મોટી મોર્ગેજ કંપની એચડીએફસીને 40 અબજ ડૉલરમાં ટેઇકઓવર કરી હતી. ભારતના કૉર્પોરેટ ઇતિહાસનો આ સૌથી મોટો સોદો છે.
નિયામકો રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ), ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ઇરડાઈ) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ અૉથોરિટી (પીએફઆરડીએ)એ આ બંને કંપનીઓના મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત શૅરહોલ્ડરોએ પણ આ સોદાને મંજૂરી આપેલી છે. સ્ટોક એક્ષચેંજો અને કૉમ્પિટિશન કમિશને પણ આ મર્જરને મંજૂરી આપી છે.