10 વર્ષીય પ્રોજેક્ટમાં 75 ટકા બોજ ખાનગી ભાગીદાર ઉઠાવશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 24 નવેમ્બર
અમદાવાદમાં કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવા માટે મોટો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત અંદાજે રૂ. 1,000 કરોડના ખર્ચે સમગ્ર શહેરમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને સ્માર્ટ સ્ટ્રીટલાઇટ્સનું વ્યાપક ડિજિટલ માળખું ઊભું કરવામાં આવશે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ પર આધારિત આ 10 વર્ષીય પ્રોજેક્ટમાં કુલ ખર્ચનો 75 ટકા બોજ ખાનગી ભાગીદાર ઉઠાવશે, જ્યારે કોર્પોરેશન 25 ટકા હિસ્સો.....