• બુધવાર, 17 એપ્રિલ, 2024

ભારતમાં પાક વધવાથી ચોખાનું વૈશ્વિક ઉત્પાદન વધશે : યુએસડીએ   

મુંબઈ, તા. 29 માર્ચ 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) માર્કાટિંગ વર્ષ 2023-24 માટે માર્ચ 2024 મહિનાના તેના અહેવાલમાં ભારતમાં મોટા પાકને કારણે ચોખાના વૈશ્વિક ઉત્પાદન અંદાજમાં વધારો કર્યો છે. ચોખાની આયાત ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં વધુ થશે જ્યારે પાકિસ્તાન, થાઈલેન્ડ, વિયેતનામ અને કંબોડિયામાં નિકાસ વધુ થશે. મહિને ચોખાનો વૈશ્વિક વપરાશ યથાવત છે જ્યારે ભારત અને ઇન્ડોનેશિયામાં વહન વધુ રહેશે. 

યુએસડીએનું કહેવું છે કે ગયા મહિને અમેરિકન ચોખાની કિંમત 35 ડોલર વધીને 800 ડોલર પ્રતિ ટન પર યથાવત રહી હતી, જ્યારે ઉરુગ્વેના ચોખા 80 ડોલર ઘટીને 740 ડોલર પ્રતિ ટન થયા હતા. થાઈલેન્ડનો ચોખા 14 ડોલર ઘટીને 616 ડોલર થયો હતો, જ્યારે વિયેતનામનો ચોખા 58 ડોલર ઘટી 587 ડોલર પ્રતિ ટન ઓફર થઇ રહ્યા હતા. પાકિસ્તાની ચોખા 35 ડોલર ઘટીને 605 ડોલર પ્રતિ ટન ઘિઇના ભાવે ઓફર કરવામાં આવી રહ્યા હતા. તમામ ભાવ એફઓબી છે, જ્યારે થાઈલેન્ડના ચોખા 100 ટકા તૂટેલા અમેરિકાના 4 ટકા તૂટેલા છે અને બાકીના બધા 5 ટકા તૂટેલા સફેદ ચોખા છે.  

યુએસડીએએ વર્ષ 2023-24માં સમગ્ર વિશ્વમાં 51.53 કરોડ ટન ચોખાના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ફેબ્રુઆરીમાં અંદાજ 51.37 કરોડ ટન હતો. ઉત્પાદન વર્ષ 2022-23માં 51.45 કરોડ ટન અને વર્ષ 2021-22માં 51.30 કરોડ ટન હતું. 

2023-24માં ભારતની ચોખાની નિકાસ વર્ષ 2022-23માં 1.77 કરોડ ટનથી 1.65 કરોડ ટન રહેવાનો અંદાજ છે. તે વર્ષ 2021-22માં 2.21 કરોડ ટન હતું. વર્ષ 2023-24માં ભારતનું ચોખાનું ઉત્પાદન 13.40 કરોડ ટન રહેવાની શક્યતા છે. ગયા મહિને અંદાજ 13.20 કરોડ ટન હતો. ભારતે વર્ષ 2022-23માં 13.57 કરોડ ટન અને વર્ષ 2021-22માં 12.94 કરોડ ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું. 

વર્ષ 2023-24માં બાંગ્લાદેશમાં ચોખાનું ઉત્પાદન 3.63 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ચોખાનું ઉત્પાદન પણ વર્ષ 2022-23માં 3.63 કરોડ ટન અને વર્ષ 2021-22માં 3.58 કરોડ ટન હતું. બ્રાઝિલમાં ચોખાનું ઉત્પાદન વર્ષ 2023-24માં 74.80 લાખ ટન, વર્ષ 2022-23માં 68.22 લાખ ટન થવાનો અંદાજ છે. જ્યારે વર્ષ 2021-22માં 73.37 લાખ ટન થવાનો અંદાજ છે. 

અમેરિકામાં વર્ષ 2023-24માં 69.31 લાખ ટન, વર્ષ 2022-23માં 50.82 લાખ ટન, ચીનમાં 14.59 કરોડ ટનની સરખામણીએ 14.46 કરોડ ટન, મ્યાનમારમાં 1.18 કરોડ ટનથી 1.19 કરોડ ટન,  ફિલિપાઈન્સમાં 1.26 કરોડ ટનની તુલનામાં 1.23 કરોડ ટન, ઈન્ડોનેશિયામાં 3.40 કરોડ ટનની સરખામણીમાં 3.35 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. 

જો ચોખાની આયાતની વાત કરીએ તો વર્ષ 2023-24માં ચીન 23 લાખ ટન, યુરોપીયન દેશો 23 લાખ ટન, ઈરાન 11.50 લાખ ટન, ઈરાક 20 લાખ ટન, મલેશિયા 12 લાખ ટન, સાઉદી અરેબિયા 15 લાખ ટન, ફિલિપાઈન્સ 41 લાખ ટન, સેનેગલ 14 લાખ ટન અને યુએઈ 8.75 લાખ ટન ચોખાની આયાત કરી શકે છે. જ્યારે વર્ષ 2022-23માં ચીન 25.97 લાખ ટન, યુરોપિયન દેશો 21.69 લાખ ટન, ઈરાન 7.51 લાખ ટન, ઈરાક 18.45 લાખ ટન, મલેશિયા 14.10 લાખ ટન, સાઉદી અરેબિયા 14.87 લાખ ટન, ફિલિપાઈન્સ 139 લાખ ટન, સેનગલ 13 લાખ ટન અને સંયુક્ત આરબ અમીરાતે 9 લાખ ટન ચોખાની આયાત કરી હતી. 

ચોખાનો કુલ વૈશ્વિક વપરાશ વર્ષ 2023-24માં  52.28 કરોડ ટન રહેવાનો અંદાજ છે. વર્ષ 2022-23માં તે 52.01 કરોડ ટન અને વર્ષ 2021-22માં તે 51.77 કરોડ ટન હતું. વર્ષ 2023-24માં ચોખાનો વૈશ્વિક સમાપ્તિ સ્ટોક 16.97 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે વર્ષ 2022-23માં ચોખાનો વૈશ્વિક ક્લાઝિંગ સ્ટોક 17.71 કરોડ ટન અને વર્ષ 2021-22માં તે 18.27 કરોડ ટન હતો. ભારતમાં ચોખાનો અંતિમ સ્ટોક વર્ષ 2023-24માં 3.50 કરોડ ટન હોવાનો અંદાજ છે, જ્યારે વર્ષ 2022-23માં તે 3.50 કરોડ ટન અને વર્ષ 2021-22માં 3.40 કરોડ ટન રહેશે. 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.