અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,
તા. 25 માર્ચ
સોનાના ભાવ લોકોની ખરીદશક્તિની બહાર નીકળી જવાને લીધે ઘરાકી પર ભારે માઠી અસર પડી છે. સૌરાષ્ટ્રની મોટાંભાગની ઝવેરી બજારોમા સોનાની માગ મોટેભાગે ઠપ થઇ ગઇ છે. લગ્નગાળો નથી અને માર્ચ અંતનો સમય ચાલી રહ્યો છે એટલે ગ્રાહકો સોનું ખરીદવા ડોકાતા નથી એવો ઉકળાટ શો રૂમ માલિકોએ ઠાલવ્યો....