• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

કોરોના બાદ ફરી વેગ પકડતું મેડિકલ ટૂરિઝમ

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 30 મે 

ગુજરાત સહિત ભારતભરમાં મેડિકલ ટુરિઝમ ફરીથી કોરોના પહેલાની સ્થિતિમાં આવતું જાય છે. ગુજરાતનું આ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન છે. ગુજરાતમાં વિદેશથી આવનારા દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે. ગુજરાતમાં 12 હજારથી વધુ વિદેશી દર્દીઓએ સારવાર કોરોના પહેલા કરાવી હતી, જે આ વર્ષના અંતે વધી જાય તેવી સંભાવના છે.  

શેલ્બી હૉસ્પિટલના ડિરેક્ટર સિનાય શાહ જણાવે છે કે `િવશ્વના 78 દેશોમાંથી દર્દીઓ સસ્તી અને સારી સારવાર માટે ભારતમાં આવે છે. ગુજરાત પણ અવ્વલ રાજ્ય છે. અમદાવાદમાં મોટી હૉસ્પિટલ સતત સારી સારવાર આપતી હોવાથી દર વર્ષે વિદેશી દર્દીઓ વધતા જાય છે. ઘુમામાં આવેલી ક્રિષ્ના શેલ્બીમાં એક આખો ફ્લોર વિદેશી દર્દીઓ માટે રાખ્યો છે, અને દર્દીઓના સગાંસંબંધીને રહેવા અને તેને અનુકૂળ આવે તેવું ભોજન પણ આપવામાં આવે છે. આ વર્ષે અમે 800થી 1000 વિદેશી દર્દીઓની સારવાર કરીશું.' 

આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં 2017થી 2020 સુધી વાર્ષિક મેડિકલ ટુરિઝમ ટર્નઓવર 6 બિલિયન ડૉલરનું રહ્યું હતું અને કોરોનાને કારણે 2021-22માં ઘટીને 2 બિલિયન ડૉલર થઈ ગયું હતું. કોરોના હવે ન રહેતા વર્ષ 2023-24માં 10 બિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. મેડિકલ ટુરિઝમની સાઈઝ ભારતમાં 2030 સુધીમાં 15 બિલિયન ડૉલર થવાનો અંદાજ છે. ભારતમાં 2023-24માં 24 લાખ દર્દીઓ સારવાર માટે આવશે. જ્યારે 2030 સુધીમાં વાર્ષિક 30 લાખ દર્દીઓ સારવાર માટે ભારત આવશે. આ બધામાં ગુજરાતનો મેડિકલ ટુરિઝમમાં ફાળો 10 ટકા કરતા વધારે છે. 

હાલમાં, ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં મેડિકલ ટુરિઝમમાં 10માં સ્થાને છે, જે આગળ 7માં સ્થાને જવાની ધારણા છે. આફ્રિકા, યુએસ, યુકે, એશિયન દેશોમાંથી દર્દીઓ ભારતમાં આવે છે. કારણ કે સસ્તી અને સારી સારવાર ભારતમાં શક્ય છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.