• બુધવાર, 17 એપ્રિલ, 2024

પતંજલિને અદાલતના અનાદરની નોટિસ ફટકારતી સુપ્રીમ કોર્ટ

એજન્સીસ

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુ.

સુપ્રીમ કોર્ટે આજે પતાંજલિ આયુર્વેદને તેમની દવાઓની ગેરમાર્ગે દોરતી જાહેરખબરો પ્રસિદ્ધ નહીં કરવા માટે આપેલા વચનનું પાલન નહીં કરવા બદલ શોકોઝ નોટિસ (કારણદર્શક નોટિસ) ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તાવ, એપિલેપ્સી અને લુપુસ જેવી બીમારીઓનો ઈલાજ કરતી હોવાનો દાવો કરી દવાઓનું વેચાણ નહીં કરવાની તાકીદ કરી છે. ડ્રગ્સ ઍન્ડ મેજિક રેમેડિઝ (ઓબ્જેક્શનેબલ એડ્વર્ટાઈઝમેન્ટસ) ઍક્ટ 1954 હેઠળ આવરી લેવામાં આવેલી 54 દવાઓમાં તેનો સમાવેશ થાય છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.