• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ઊંચું જોખમ ધરાવતા એફપીઆઈ માટે ડિસ્ક્લોઝરનાં ધોરણો વધુ કડક કરાશે  

મુંબઈ, તા. 2 જૂન 

સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) અદાણી-હિન્ડનબર્ગ રિસર્ચની ઘટનાઓની પૃષ્ઠભૂમિ સામે વધુ પારદર્શિતા અને વિશ્વસનીયતા લાવવા માટે ચોક્કસ વિદેશી પોર્ટફૉલિયો રોકાણકારો (એફપીઆઈ) માટે ડિસ્ક્લોઝરનાં ધોરણો વધુ કડક બનાવવા ઇચ્છે છે. પ્રસ્તાવિત ધારાધોરણો હેઠળ એક જ જૂથમાં 50 ટકાથી વધુના રોકાણ અથવા રૂા. 25,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા એફપીઆઈને `ઉચ્ચ જોખમ' તરીકે નોંધવામાં આવશે અને તેમણે પોતાના માલિકોની સંપૂર્ણ ઓળખ, તેમનાં આર્થિક હિતો અને નિયંત્રણ અધિકારો જેવી વધારાની માહિતી પૂરી પાડવી જરૂરી બનશે. આ માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જનારા એફપીઆઈની નોંધણી રદ કરાશે.  

અમુક પ્રમોટરો લઘુત્તમ પબ્લિક શૅરહોલ્ડિંગ (એમપીએસ)ના ધોરણોને કોરાણે મૂકવા માટે વધારાના શૅર એકત્ર કરી શકે છે એવી ચિંતાને દૂર કરવા માટે આ પગલું લેવાયું છે. સેબીએ એક કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે, આવા કેન્દ્રિત રોકાણોથી કૉર્પોરેટ જૂથોના પ્રમોટર્સ અથવા અન્ય રોકાણકારો, એમપીએસ જાળવવા જેવી નિયમનકારી જરૂરિયાતોને ટાળવા માટે એફપીઆઈ માર્ગનો ઉપયોગ કરી શકે તેવી ચિંતા અને સંભાવનામાં વધારો થાય છે. પ્રસ્તાવિત ધોરણો વડે સેબી વાસ્તવિક વ્યક્તિઓ, પબ્લિક રિટેલ ફંડ્સ અથવા મોટી લિસ્ટેડ કંપનીની માલિકીની તમામ વિગતો મેળવવા માગે છે. 

કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ધોરણો જો મંજૂર કરવામાં આવે તો ભારતમાં એફપીઆઈ ડિસ્ક્લોઝર સિસ્ટમ વૈશ્વિક સ્તરે એક સૌથી કડક વ્યવસ્થા બની જશે.  સેબીએ જણાવ્યું હતું કે નવા નિયમો સરળ ધોરણો કરતાં પારદર્શિતાને અગ્રતા આપે છે.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.