પીટીઆઈ
મુંબઈ, તા. 6 જૂન
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની વ્યાજદર નક્કી કરતી આર્થિક નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ છે. હાલમાં ફુગાવો નરમ પડયો છે અને દેશના આર્થિક વિકાસને વેગ આપવાની જરૂર છે એટલે એક સામાન્ય ધારણા છે કે રિઝર્વ બૅન્ક તેનો 6.5 ટકાનો વ્યાજદર સ્થિર રાખશે, તે સાથે તેના વલણમાં ફેરફાર થાય છે કે નહીં તેની ઉપર સહુની નજર છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં છ સભ્યોની મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી) ત્રણ દિવસ માટે મળશે અને ગુરુવારે 8 જૂનના રોજ તેમનો નિર્ણય જાહેર કરશે. છેલ્લે એપ્રિલમાં એમપીસીની બેઠક થઈ ત્યાર બાદ રિઝર્વ બૅન્કે તેની વ્યાજદર વધારવાની સાઈકલને બ્રેક મારી અને 6.5 ટકાનો વ્યાજદર સ્થિર રાખ્યો હતો.