• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ભાગેડુ સાંડેસરા ભાઈઓનો નાઈજીરિયામાં ધમધોકાર ધંધો  

એજન્સીસ 

લાગોસ, તા. 6 જૂન

ભારતની જાહેર ક્ષેત્રની બૅન્કોને 1.71 અબજ ડૉલરનો ચૂનો લગાડીને વિદેશ નાસી ગયેલા સાંડેસરા ભાઈઓ નાઈજીરિયામાં ભારતીય નાગરિકોના ટૅક્સના પૈસાથી ક્રૂડ અૉઈલનો ધમધોકાર ધંધો કરી રહ્યા છે. સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ), બૅન્ક અૉફ બરોડા અને યુનિયન બૅન્ક પાસેથી સાંડેસરા ભાઈઓએ લીધેલી રૂા. 140 અબજ અથવા 1.71 અબજ ડૉલરની લોન ચૂકવી નથી.

નીતિન અને ચેતન સાંડેસરાએ ભારતીય બૅન્કોના નાણાંનું નાઈજીરિયામાં મોટા પાયે રોકાણ કર્યું છે. નાઈજીરિયાની સરકાર સાથે તેમણે ભાગીદારી કરી છે. સાંડેસરા ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક દેશમાં સ્વતંત્ર અૉઈલ કંપનીની સ્થાપના કરી છે.

નાઈજીરિયાના નવા ચૂંટાયેલા પ્રમુખ બોલા ટિનુબુએ દેશના હાઈડ્રો કાર્બન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય આપ્યું છે અને તેમાં સાંડેસરા ભાઈઓની મુખ્ય ભૂમિકા છે. નાઈજીરિયામાંથી સેલ પીએલસી અને એકઝોનમોબિલ કોર્પ.એ તેના બિઝનેસને સાવ ઘટાડી નાખ્યો હોવાથી સાંડેસરા બંધુઓની ત્યાં બોલબાલા છે.

સાંડેસરા બ્રધર્સને ભારતીય તપાસ એજન્સીઓ સીબીઆઈ અને ઈડીએ ભાગેડુ જાહેર કર્યા છે અને તેના પ્રત્યારોપણના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે નાઈજીરિયામાં સ્થાનિક સરકાર સાથે તેમની ઊંચી વગ અને બિઝનેસના વિસ્તારને જોતાં સ્થાનિક સત્તાવાળાઓએ આ ભાઈઓને `સ્વર્ગ' ખોલી આપ્યું છે. નીતિન અને ચેતન સાંડેસરા એ બન્ને ગુજરાતી બિઝનેસમેન 2017માં ભારત છોડી નાસી ગયા હતા.

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.