• ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024

ઘઉંના સરેરાશ વૈશ્વિક ભાવમાં ઘટાડો 

મુંબઈ, તા. 28 નવે. 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (યુએસડીએ)એ તાજેતરના અહેવાલમાં ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષના વિક્રમી સ્તરેથી ઘટવાની આગાહી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડો ભારત, આર્જેન્ટિના અને કઝાકિસ્તાનમાં પાક ઘટવાથી થશે. ઘઉંના વૈશ્વિક વેપારમાં થોડો ઘટાડો જોવા મળશે. યુએસડીએએ 2023-24 સિઝન માટે ઘઉંના સરેરાશ ભાવમાં 10 સેન્ટનો ઘટાડો કરીને પ્રતિ બુશેલ 7.20 ડોલર કર્યા છે. 

વર્ષ 2023-24માં ઘઉંનું વૈશ્વિક ઉત્પાદન 78.19 કરોડ ટન થવાની સંભાવના છે. અૉક્ટોબર મહિનામાં આ અંદાજ 78.34 કરોડ ટન હતો. વર્ષ 2022-23માં ઉત્પાદન 78.94 કરોડ ટન અને વર્ષ 2021-22માં 78.10 કરોડ ટન હતું. ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ 2023-24માં 11.05 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જ્યારે વર્ષ 2022-23 માટે તે 10.40 કરોડ ટન છે. 

વર્ષ 2023-24માં રશિયામાં 9 કરોડ ટન અને કઝાકિસ્તાનમાં 1.20 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ હતો. અમેરિકામાં 4.93 કરોડ ટન, ચીનમાં 13.70 કરોડ ટન અને યુરોપિયન યુનિયનમાં 13.43 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. 

વર્ષ 2022-23માં આર્જેન્ટિનામાંથી 46.81 લાખ ટન, ઓસ્ટ્રેલિયામાંથી 3.23 કરોડ ટન, બ્રાઝિલમાંથી 26.89 લાખ ટન, કેનેડામાંથી 2.54 કરોડ ટન, યુરોપિયન યુનિયનમાંથી 3.50 કરોડ ટન, રશિયામાંથી 4.75 કરોડ ટન, યુક્રેનમાંથી 1.71 કરોડ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. 

વર્ષ 2022-23માં ઘઉંનો કુલ વૈશ્વિક વપરાશ 79.23 કરોડ ટન હતો, જે વર્ષ 2023-24માં 79.28 કરોડ ટન થવાનો અંદાજ છે. વર્ષ 2022-23માં ઘઉંનો વૈશ્વિક ક્લાઝિંગ સ્ટોક 26.95 કરોડ ટન હતો જે વર્ષ 2023-24માં 25.86 કરોડ ટન થવાની સંભાવના છે. ભારતમાં ઘઉંનો ક્લાઝિંગ સ્ટોક વર્ષ 2022-23માં 95 લાખ ટન હતો જે વર્ષ 2023-24માં 1.10 કરોડ ટન થવાની સંભાવના છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.