• બુધવાર, 17 એપ્રિલ, 2024

ભારતીય ચીજોને યુરોપમાં સીબીએએમ હેઠળ 10.5 ટકા વૅટ લાગી શકે  

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુ.

યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા પ્રસ્તાવિત કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (સીબીએએમ)નો અમલ થશે તો યુરોપ નિકાસ થતી ભારતીય ચીજવસ્તુઓ પર ત્યાં 10.5 ટકા સુધીનો વૅલ્યુ એડેડ ટૅક્સ (વીએટી) લાગી શકે છે, એમ એશિયન ડેવલમેન્ટ બૅન્ક (એડીબી)ના અભ્યાસમાં જણાયું છે.

યુરોપમાં નિકાસ થતી જણસો પૈકી સ્ટીલ, સિમેન્ટ અને કેટલીક ઈલેક્ટ્રિકલ ચીજો પર કાર્બન ટેરીફ (સીબીએએમ) લાગવાની સૌથી વધુ શક્યતા છે. યુરોપિયન ગ્રીન ડીલ અંતર્ગત તેનું રિપોર્ટિંગ 2023થી શરૂ થયું છે અને હવે 2026થી જકાતનો અમલ શરૂ થશે.`િડકાર્બનાઈઝિંગ ગ્લોબલ વૅલ્યુ ચેઈન્સ'ના શીર્ષકવાળા એક અહેવાલમાં જણાવાયું હતું કે સીબીએએમ અંતર્ગત જે ચીજવસ્તુઓને આવરી લેવામાં આવશે તેના પર કાર્બન ટેરીફ લાગવાને કારણે અર્થતંત્ર પર અસર થઈ શકે છે.

વિવિધ દેશોમાં અનેક પ્રકારની પ્રોડક્શનની ટેક્નૉલૉજી અને વિવિધ પ્રકારનાં ઇંધણનો ઉપયોગ થતો હોય તેના કારણે કાર્બનની તીવ્રતામાં વધઘટ થઈ શકે છે.

એશિયા અને પૂર્વીય યુરોપના કેટલાક વિકાસશીલ દેશોમાં વિવિધ ઉત્પાદન પદ્ધતિઓ અને ઇંધણ તરીકે કોલસાનો મહત્તમ ઉપયોગ થવાથી કાર્બનનું સૌથી વધુ ઉત્સર્જન થતું હોય છે. ભારત, ચીન, મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયાના દેશોમાં સીબીએએમના દર સૌથી વધુ હોઈ શકે. કાર્બન ઉત્સર્જન મુજબ વેટ ટૅક્સ 3 ટકાથી 12 ટકાની વચ્ચે હોઈ શકે.

ચીનમાં બનતી ચીજો પર 11.4 ટકા અને દક્ષિણ કોરિયાની ચીજો પર 4.88 ટકા કાર્બન ટેરીફ લાગી શકે. ભારતના ફેરસ મેટલ જેવા ક્ષેત્રમાં 787 ટકા જેટલો સૌથી વધુ વેટ લાગી શકે જે ઘણી ખરાબ બાબત કહી શકાય. ત્યારબાદ મિનરલ પ્રોડક્ટમાં (161 ટકા), ઈલેક્ટ્રિસિટીમાં (159.7 ટકા), પેટ્રોકેમિકલ્સમાં (29.4 ટકા) અને નોન ફેરસ મેટલમાં (23 ટકા)ની વેટ લાગી શકે.

એશિયાના વિકાસશીલ દેશો જ્યારે બધી ચીજવસ્તુઓની યુરોપમાં નિકાસ કરે ત્યારે તેના પર કાર્બન ટેરીફ લાગશે.એશિયન વિકાસશીલ દેશોમાંથી યુરોપમાં નિકાસ થાય છે છતાં યુરોપ બધી ચીજવસ્તુઓનું પ્રાથમિક બજાર નથી. જોકે, મોટા ભાગના ટેરીફ સમાન હોય છે ફકત કેટલાક કિસ્સામાં સીબીએએમના દર 10 ટકાની ઉપર હોય છે.

ઉપરાંત, એડીબીનો અભ્યાસ લેખ વધુમાં જણાવે છે કે અન્ય કેટલાક દેશોમાં સીબીએએમનો અમલ કરવાથી કદાચ કાર્બન ઉત્સર્જન ઘટી શકે છે, પરંતુ વૈશ્વિક વ્યાપારને ઘણી નકારાત્મક અસર થઈ શકે છે. દરેક દેશને પણ વ્યક્તિગત ધોરણે નકારાત્મક અસર થઈ શકે છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.