• બુધવાર, 17 એપ્રિલ, 2024

નબળી શરૂઆત બાદ સેન્સેક્ષ 305 પૉઈન્ટ વધ્યો  

નિફટી 22,200ની નજીક પહોંચ્યો

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 27 ફેબ્રુ. 

મંગળવારે સવારે બજારોએ નેગેટિવ શરૂઆત કર્યા બાદ જેમ સત્ર આગળ વધતું ગયું તેમ બજાર વધવાતરફી હતું. સેન્સેક્ષ 305.09 પૉઈન્ટ્સ (0.42 ટકા) વધીને 73,095.22 પૉઈન્ટ્સ અને નિફટી 76.30 પૉઈન્ટ્સ (0.34 ટકા) વધીને 22,198.30 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. બૅન્ક નિફટી ફકત 11.55 પૉઈન્ટ્સ (0.02 ટકા) વધીને 46,588.05 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા.

નિફટીમાં તાતા મોટર્સ, ટીસીએસ, ઈન્ડસ ઈન્ડ બૅન્ક, પાવરગ્રીડ અને સન ફાર્મા સૌથી વધુ વધ્યા હતા. જ્યારે હીરો મોટો કોર્પ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, ડિવિઝ લેબ અને યુપીએલના ભાવ ઘટયા હતા. અૉટો, કૅપિટલ ગૂડઝ, આઈટી અને રિયલ્ટી દરેક 0.5થી 1 ટકો જેટલા વધ્યા હતા. જ્યારે અૉઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સ 1 ટકો ઘટયો હતો. બીએસઈ મિડકૅપ અને સ્મોલકૅપ ઈન્ડેક્સ ઘટયા હતા.

બાયોકોન, જીએમઆર ઍરપોર્ટ અને હિન્દુસ્તાન કોપરના વૉલ્યુમમાં 2500 ગણો વધારો થયો હતો.આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ, હેવેલ્સ અને તાતા મોટર્સમાં લોંગ બિલ્ડઅપ હતું જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, વોડાફોન આઈડિયા અને એનએમડીસીમાં શોર્ટ બિલ્ડઅપ હતું.

બે દિવસની વીકનેસ પછી નિફટીએ એક બુલિશ એન્ગલ્ફિંગ પેટર્નની રચના કરી છે.   ઉપરાંત ઈન્ડેકસ તેની નિયર ટર્મ મુવિંગ એવરેજથી સતત ઉપર ચાલે છે તેના કારણે બજારનું વલણ પોઝિટિવ છે. નિફટીએ તેના અગાઉના કોન્સોલિડેશન હાઈથી ઉપર બંધ આપ્યો છે. એટલે એકંદરે તેજીનું વલણ રહેશે. નિફટી 22,200ની ઉપર નિર્ણાયક મૂવમેન્ટ કરશે તો તે 22,400 તરફ મજબૂતીથી આગળ વધી શકશે. નીચેની તરફ 22,000 પૉઈન્ટ્સનો સપોર્ટ રહેશે, એમ એલકેપી સિક્યોરિટીઝના જતીન ગેડિયાએ જણાવ્યું હતું.

શેરખાનના જતીન ગેડિયાએ જણાવ્યું હતું કે મંગળવારે નિફટીએ નબળી શરૂઆત કરી હતી અને દિવસના અંતે તે વધીને બંધ રહ્યો હતો. ડેઈલી ચાર્ટ પર જોઈ શકાય છે કે 22,100ના લેવલ પર નિફટીનો સપોર્ટ ઝોન છે. 22,070 પાસે તેની 40 કલાકની એવરેજ છે. નિફટી છેલ્લાં કેટલાક સત્રથી 21,900થી 22,300ની વિશાળ રેંજમાં ફરી રહ્યો છે.

અવરલી મોમેન્ટસ ઈન્ડિકેટરે એક પોઝિટાિu ક્રોસઓવર ટ્રિગર કર્યું છે જે એમ દર્શાવે છે કે ઈન્ટ્રાડેમાં નીચા મથાળે સારી કંપનીના શૅર ખરીદવાની તક મળે તો સ્વીકારી લેવી. નીચેની તરફ 21,900 એક વ્યૂહાત્મક સપોર્ટ તરીકે કામ કરશે અને 22,300 ઉપરની તરફ એક હર્ડલનું કામ કરશે.

બીએસઈ પર ઈન્ટેલેક્ટ ડિઝાઈન એરેના, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ, આદિત્ય બિરલા, સનલાઈફ, પી. બી. ફિનટેક, સોના બીએલડબ્લ્યુ પ્રિસિઝન ફોર્જિંગ્ઝ, સ્વાન એનર્જી, શોભા, હેવેલ્સ, પીએનસી ઈન્ફ્રાટેક, તાતા મોટર્સ, એનસીસી, રાઈટસ, સોનાટા સોફટવેર, વોલ્ટાસ, પાવરગ્રીડ, સુપ્રીમ પેટ્રોકેમ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, ડીએલએફ, સન ફાર્મા, બિરલા કોર્પોરેશન, સીએએમએસ, સિપ્લા, ગોદરેજ પ્રૉપર્ટીઝ, નિપ્પોન લાઈફ, ગોડફ્રે ફિલિપ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એચડીએફસી એસેટ મૅનેજમેન્ટ, સિમેન્ટસ, બોસ્કા એસ્ટ્રાલ, ભારત ડાયનેમિક્સ, અદાણી ગ્રીન, જિંદાલ સ્ટેઈનલેસ, ઝાયડસ લાઈફ સાયન્સ, રિલાયન્સ, એસબીઆઈ લાઈફ, બજાજ હોલ્ડિંગ્ઝ, એચએફસીએલ, ટીવીએસ હોલ્ડિંગ્ઝ, આર્ચિયન કેમિકલ્સ વગેરે શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે હતા.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.